GSTV

ટાટાની સૌથી વધારે વેચાતી 3 કારો થઈ વધુ મોંઘી, આ કારના ભાવ ઘટ્યા

કોરોના સંકટની વચ્ચે સૌથી વધારે ખરાબ હાલત ઓટો મોબાઈલ સેક્ટરની છે. કાર કંપનીઓ ફાઇનાન્સમાં રાહતો સાથે ઘણી છૂટ આપી રહી છે. બીજી તરફ ટાટાએ ઘણી ગાડીઓના ભાવમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સે તેની એન્ટ્રી લેવલની કાર ટિઆગો સહિત અલ્ટોસ અને નેક્સનના ભાવમાં વધારો કર્યો છે.

ટાચા મોટર્સે 4 કારના ભાવમાં ફેરફાર કર્યો છે. જેમાં ત્રણ કારના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, અને એકની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટાટાએ ટિગોરની કિંમતમાં ઘટાડો કર્યો છે. એટલે કે, જો તમે ટાટા ટિગોર લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે એક સુવર્ણ તક છે. તમામ કારના નવા ભાવો લાગુ થઈ ગયા છે.

ટાટા ટિયોગોના ભાવમાં 13 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પરિવર્તન પછી, ટિયાગોની કિંમત રૂ. 4.69 લાખથી 6.73 લાખની વચ્ચે રહી છે, જ્યારે અગાઉ રૂ. 4.h૦ લાખથી 6..60 લાખ વચ્ચે હતી.

ટાટા ટિઆગોનો બેઝ વેરિઅન્ટ XE 9 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જ્યારે અન્ય વેરિએન્ટના ભાવમાં 13 હજાર રૂપિયાનો વધારો થયો છે. આ કાર ફક્ત પેટ્રોલ એન્જિન સાથે આવે છે.

ટાટા અલ્ટ્રોઝનો લુક ઘણો સારો છે, કંપનીએ પણ તેની કિંમતમાં 15 હજાર રૂપિયા વધારો કર્યો છે. ટાટાની આ કાર આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી છે. તેની પ્રારંભિક કિંમત 5.29 લાખ રૂપિયા હતી, હવે તે વધીને 5.44 લાખ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે તેના ટોપ વેરિએન્ટની કિંમત વધીને 9.49 લાખ રૂપિયા છે. ટાટા અલ્ટ્રોઝના ફક્ત બેઝ વેરિયન્ટ એક્સઈ (ડીઝલ) ની કિંમતમાં વધારો થયો નથી.

તે જ સમયે, ટાટાની સલામત સબ-કોમ્પેક્ટ એસયુવી નેક્સનની કિંમતમાં 16 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે. આ પરિવર્તન પછી તેની કિંમત 6.99 લાખ રૂપિયાથી 12.70 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. આમાં, પેટ્રોલ મોડેલની પ્રારંભિક કિંમત 6.99 લાખ અને ડીઝલ મોડેલની પ્રારંભિક કિંમત 8.45 લાખ રૂપિયા રહી છે.

કંપનીએ ટાટા ટિગોર ખરીદનારા તમામ લોકોને રાહત આપી છે. આ સબ કોમ્પેક્ટ સેડાન 36 હજાર રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. ભાવ ઘટાડા બાદ ટાટા ટિગોરની કિંમત હવે રૂ .5.39 લાખથી 7.49 લાખની વચ્ચે ગઈ છે. જો કે, કંપનીએ તેના ટોપ વેરિએન્ટ્સ XZ + અને XZA + ના ભાવમાં ઘટાડો કર્યો નથી.

READ ALSO

Related posts

સુશાંત સિંહના મોતના મામલાને રાજકીય હાથો બનાવનાર પૂર્વ DGPને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા

Dilip Patel

કંપની કાયદામાં 48 કલમો સુધારીને ગુના માફ કરી દેવાની જોગવાઈ, કૃષિ કંપનીઓને થશે ફાયદો

Dilip Patel

જૂની કારો વેંચનારી કંપનીના માલિકે એક દિવસમાં કરી અધધ… 51,471 કરોડ રૂપિયાની કમાણી, પિતા ચલાવતા હતા દારૂની દુકાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!