GSTV

માર્કટમાં આવી રહી છે TATAની આ ધાંસૂ કાર, બલેનો-હોન્ડાઈ i20ને આપશે ટક્કર

કાર

Last Updated on January 25, 2021 by Sejal Vibhani

ટાટા મોટર્સની કારની માંગ ભારતીય માર્કેટમાં સતત વધી રહી છે. વાત સેફ્ટીની હોય કે ગુડ લુક્સની તો ટાટા મોટર્સની તમામ કાર ઓટોમોબાઈલ કંપનીઓની કારને સારી સાબિત કરે છે. તાજેત્તરમાં જ લોન્ચ થયેલ ટાટા અલ્ટ્રાઝની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકી, લેનોવો, હોન્ડાઈ i20, વોક્સવૈગન પોલોને ટક્કર આપી રહી છે.

આંકડા અનુસાર, ડિસેમ્બર મહિનામાં મારુતિ સુઝુકીના બલેનો કારના 18,030 યૂનિય વેચાયા હતા. જ્યારે હોન્ડાઈ i20ના 8,004 યૂનિટ્સ વેચાયા હતા. પરંતુ ટક્કર આપતા ટાટાની અલ્ટ્રોઝ ત્રીજા નંબર પર રહી છે જેના 6,600 યૂનિટ્સ વેચાયા છે.

જો કે હવે ટાટા મોટર્સે 23 જાન્યુઆરીએ પોતાની પ્રિમિયમ હેચબેકને આઈ-ટર્બો પેટ્રોલ વેરિઅન્ટ રજુ કરી દીધી છે. તેની શરૂઆતી કિંમત હાલ પેટ્રોલ મોડલથી લગભગ 60,000 રૂપિયાથી વધુ છે. કંપનીએ તેના લોન્ચિંગના એક વર્ષની અંદર જ 50 હજારથી વધુ અલ્ટ્રોઝ વેચાઈ ચૂક્યા છે.

દિલ્હી શો રૂમમાં TATA Altrozના પેટ્રોલ વેરિએન્ટની કિંમત 8.26 લાખ રૂપિયા અને ડિઝટ વેરિએન્ટનો ભાવ 9.46 લાખ રૂપિયા છે. આ બે વેરિએન્ટ ઉપરાંત કંપનીએ XZ+ વેરિએન્ટ પણ લોન્ચ કર્યું છે.

અલ્ટ્રોઝના આઈ-ટર્બો પેટ્રોલ વેરિએન્ટ IRA-Connected કાર ટેક્નોલોજી રજુ કરી છે. આમાં વોયસ ટેક્નોલોજી સાથે 27 કનેક્ટેડ ફિચર્સ છે. આ કાર હિંદી અને અંગ્રેજીમાં ઉપરાંત હિંગ્લીશમાં પણ કમાંડ સમજાવી શકાય છે.

Altroz iTurboના ઈન્ટિરિયરની વાત કરવામાં આવે તો તેમાં લાઈટ ગ્રે ઈન્ટિરિયલ સાથે લેઘર સીટ્સ છે. એક એક્સપ્રેસ કૂલ ફિચર આપવામાં આવ્યા છે જે કાર કેબિનને ઝડપથી ઠંડુ કરી શકે છે.

કારના અન્ય ફિચરમાં ઓટોમેટિર હેડલેંન્સ, રેન સેંસિંગ વાઈપર્સ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈ ઓટોને સપોર્ટ કરનાર 7 ઈંચ ટચ સ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વિયરેબલ કી, પુશ સ્ટાર્ટ સ્ટોપ બટન વગેરેનો સમાવેશ કરાયો છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!