દિવાલી ધમાકા : આ કંપનીની બંપર ઑફર, કાર સાથે Free મળશે iPhone X

તહેવારની સીઝનમાં કાર કંપનીઓ હંમેશા પોતાના ગ્રાહકો પર ગિફ્ટ્સ અને ડિસ્કાઉન્ટનો વરસાદ કરતી હોય છે. આ વખતે પણ કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ડિસ્કઉન્ટ્સ અને ભેટ-સોગાદની વર્ષા કરી રહી છે.

આ મામલે ટાટા મોટર્સ અન્ય દિગ્ગજ કાર કંપનીઓને પછાડતી રહી છે. ટાટા મોટર્સે ‘ફેસ્ટિવ ઑફ ગિફ્ટ્સ’ના નામે ડિસ્કાઉન્ટ સ્કીમ લૉન્ચ કરી છે જેના હેઠળ તેના ગ્રાહકોને નિશ્વિત ગિફ્ટ્સ આપવામાં આવી રહી છે.

Hexa, Nexon, Tigor, Tiago, safari Storm અને Zestના ગ્રાહકોને આ ગિફ્ટ્સ આપવામાં આવી રહી છે. આ ગિફ્ટ્સ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યાં છે. જણાવી દઇએ કે આ ગિફ્ટ્સમાં iPhone X પણ સામેલ છે.

 

આ સ્કીમ હેઠળ સૌથી વધુ ડિસ્કાઉન્ટ98 હજાર રૂપિયા અથવા iPhone Xનું છે જે ટાટા હેક્સા સાથે આપવામાં આવી રહ્યો છે. ટાટા હેક્સા ખરીદનારા ગ્રાહક ફ્રી ગિફ્ટ માટે iPhone X પસંદ કરી શકે છે. આ ઉપરાંત Tiago, Tigor, Zest અને  Safari Storm પર તનિષ્ક વાઉચર્સ, ટેબલેટ, 32 ઇંચ એલઇડી ટીવી અને અન્ય ગિફ્ટ્સ પણ સામેલ છે.

કઇ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ

કાર ડિસ્કાઉન્ટ
ટીગોર 73,000 રૂપિયા
નેક્સન 57,000 રૂપિયા
સ્ટોર્મ 87,000 રૂપિયા
હેક્સા 98,000 રૂપિયા
ઝેસ્ટ 83,000 રૂપિયા
ટીયાગો 40,000 રૂપિયા

ટાટાની હેક્સા 7 સીટર એસયૂવી છે. માર્કેટમાં તેનો મુકાબલો મહિન્દ્રા XUV 500 અને ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જેવી કાર સાથે છે. કિંમતના મામલે હેક્સા આ બંને કાર કરતાં સસ્તી છે. તેની કિંમત આશરે 12 લાખ 57,000 રૂપિયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter