જો તમે ટાટા મોટર્સની કાર કે પેસેન્જર વ્હિકલ ખરીદવાનું વિચારી રહ્યા છે તો તમારે વધારે નાણાં ચૂકવવા પડશે. ટાટા મોટર્સે તમામ પેસેન્જર વ્હિકલ્સની કિંમતો 26,000 રૂપિયા સુધી વધારી દીધી છે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સમાં 5 મોડલ બનાવ્યા
નવી કિંમતો તમામ કાર પર લાગુ થશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સમાં 5 મોડલ બનાવે છે. તેમાં ટિયાગો, અલ્ટ્રોઝ, ટિગોર, નેક્સન અને હેરિયર શામેલ છે. કંપનીએ કહ્યુ કે, ઉત્પાદન ખર્ચ અને રો-મટિરિયલ્સના ભાવ વધવાને કારણે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી ગઇ છે. અલબત્ત જે ગ્રાહકોએ 21 જાન્યુઆરી સુધી કારનું બુકિંગ કરાવ્યુ છે તેમને જૂની કિંમતે પર ડિલિવરી મળશે.
ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ્સ બિઝનેસ સતત વૃદ્ધિ
ટાટા મોટર્સના વાહનોની માંગ વધી ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ્સ બિઝનેસ સતત વૃદ્ધિ કરી રહ્યો છે. કંપનીના મતે નાણાંકીય વર્ષ 2020ની તુલનાએ નાણાંકીય વર્ષ 2021માં ટાટાની ગાડીઓની ડિમાન્ડમાં 39 ટકાની વૃદ્ધિ થઇ છે. કંપનીએ 2020ના છેલ્લા ક્વાર્ટરમાં પાછલા ક્વાર્ટરની સરખામણીએ સૌથી વધારે કાર વેચી હતી.
અલ્ટ્રોઝ, સફારી એસયુવી, હેરિયર 7-સીટરને લોન્ચ કરશે
કંપનીએ ચાલુ વર્ષે અલ્ટ્રોઝ, સફારી એસયુવી, હેરિયર 7-સીટરને લોન્ચ કરશે. નોંધનિય છેકે, હ્યુન્ડાઇ, મહિન્દ્રા અને મારુતિ કંપનીએ પણ પોતાની ગાડીઓની કિંમતો વધારી છે છે. જેમાં હ્યુન્ડાઇ કંપનીની કાર 32,880 રૂપિયા સુધી અને મહિન્દ્રા- મહિન્દ્રાની ગાડીઓ 40,000 રૂપિયા સુધી તેમજ મારુતિ સુઝુકીની કાર 34,000 રૂપિયા સુધી મોંઘી થઇ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી