GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

TATA માટે બન્યો ચિંતાનો વિષય, આ લક્ઝરી કારના વેચાણમાં થયો ઘટાડો

ટાટા મોટર્સની યુકે ખાતેની સબ્સિડિયરી જગુઆર લેન્ડરોવરના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, જગુઆર લેન્ડરોવરના વેચાણમાં સતત ૧રમાં મહિને ઘટાડો નોંધાયો છે. મેમાં તો વેચાણની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે ગત મહિને સમગ્ર વિશ્વમાં લેન્ડરોવરના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

ચીન ખાતે જગુઆરના વેચાણમાં ગત મહિને વાર્ષિક ધોરણે ર૬.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે જે એપ્રિલના ૪૬.૭ ટકાના ઘટાડો પછી સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. તેની સાથે માર્ચ કવાર્ટરમાં જગુઆર લેન્ડર રોવરનું વેચાણ પ૧ ટકા ઘટ્યુ છે. ઉલ્લેખનીય છે કે, વેપારને લઈને તણાવ અને ગ્રાહકોની નબળી માગને પગલે વેચાણમાં ઘટાડો થયો છે.

ગત મહિને જગુઆર લેન્ડરોવરનું વેચાણ યુકે, નોર્થ અમેરિકા અને યુરોપમાં ઘટ્યુ છે. જો કે, કંપનીએ તેની રિલિઝમાં જણાવ્યું કે, નવા મોડલના રિટેલ વેચાણમાં વૃદ્ધિ થઈ છે જ્યારે ઈલેક્ટ્રીકના આઈ પેસના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. વિશ્વના અન્ય બજારમાં મંદી હોવાને કારણે નાણાકીય વર્ષ ર૦ર૦માં ટાટા મોટર્સના નાણાકીય પ્રદર્શનને અંગે ચિંતા ઉભી થઈ છે.

માર્ચ કવાર્ટરની જાહેરાત પછી જગુઆર લેન્ડરોવરમાં રિક્વરી જોવા મળી રહી છે. કંપની નફાકારકતા વધારવા માટે ખર્ચમાં ઘટાડો કરી રહી છે જેમાં માટે વર્કફોર્સમાં ઘટાડો કરવાની સાથે જાહેરાત અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરી રહી છે.  

Read Also

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!