GSTV

ટાટા મોટર્સની સૌથી વધારે સલામત Altroz કાર થઈ લોન્ચ, આટલી ઓછી કિંમતથી શરૂ થયું બુકિંગ

ટાટા મોટર્સની જે કારની સૌથી વધારે રાહ જોવાઈ રહી હતી તે, પ્રિમિયમ હેટબેક Tata Altroz કાર લોન્ચ થઈ ગઈ છે. દિલ્હીમાં આ કારની શરૂઆતની કિંમત 5.23 લાખ રૂપીયા છે. સાથે જ ટોપ વોરિયંટની કિંમત 9.39 લાખ રૂપીયા છે.

ટાટા મોટર્સે ગયા વર્ષે 3 ડિસેમ્બરના રોજ Altroz ને પેશ કરી હતી. ત્યારબાદ જાન્યુઆરીમાં Tata Altrozને સુરક્ષાના કવચથી સલામતી રેટિન્ગ આપનાર ઈકાઈ ગ્લોબલ એનસીપીએ 5 સ્ટાર રેટીન્ગ આપી હતી. તેનો મતલબ છે કે, Altroz ટાટાની બીજી એવી કાર છે જે સૌથી સુરક્ષિત છે. આ પહેલા નેક્સન કારને પણ 5 સ્ટાર રેટિન્ગ મળ્યા હતા. આ કારને ટાટા મોટર્સે ઓટો એક્સપો 2018માં જાહેક કરી હતી.

21 હજારથી બુકિંગ શરૂ

Tata Altrozની પ્રિ-બુકિંગ 21 હજાર રૂપીયાથી શરૂ થઈ રહી છે. આ બુકિંગ માટે ગ્રાહકે https://bookonline.tatamotors.com/altroz/#/variant લિંક પર જોઈ શકે છે. સાથે જ Tata Altroz ના વેરિયન્ટની વાત કરીએ તો, XZ(O), XZ, XT, XM અને XE છે. જ્યારે ફ્યૂલ ટાઈપ, પેટ્રોલ અને ડીઝલ છે. તો બીજી તરફ ટોપ વેરિયન્ટમાં ઉચ્ચ સ્ટ્રીટ ગોલ્ડ, ડાઉનટાઉન રે઼ડ, એવન્યુ વ્હાઈટ કલર પર ઉપલ્બધ છે.

ફીચર્સ શું છે?

ટાટા અલ્ટ્રોઝના ફીચર્સની વાત કરીએ કો, આ કાર બે એન્જીનમાં ઉપવબ્ધ છે. જેમાં 86 bhp પાવરવાળું 1.2 લીટર પેટ્રોલ અને 90bhp પાવરવાળું 1.5 લીટર ડીઝલ એન્જીન છે. આ બંને એન્જીન બીએસ6 કમ્પ્લાયન્ટ હશ. સાથે જ આ કારમાં 5 સ્પીડ મેન્યુએલ ગિયરબોક્લ આવશે. ટાટાની આ કારની સ્પર્ધા મારૂતુ સુઝુકીની બલેનો અને હુંડઈની Elite i20 સાથે થવાની આશા છે. આ કારની કિંમત 5.50 લાખ રૂપીયાથી લઈને 8.50 લાખ રૂપીયા સુધી રહી શકે છે. હવે ટાટા મોટર્સ નેક્સોન, ટાટા ટિયાગો અને ટાટ ટિગોરના ફેસલિસ્ટના વર્ઝનને પણ લોન્ચ કરવા જઈ રહી છે.

READ ALSO

Related posts

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani

ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!