GSTV
Home » News » ટાટા કંપનીએ એવી બસનું નિર્માણ કર્યું જેનાથી પ્રદૂષણ, પેટ્રોલ અને ડિઝલ તમામને પહોંચી વળાશે

ટાટા કંપનીએ એવી બસનું નિર્માણ કર્યું જેનાથી પ્રદૂષણ, પેટ્રોલ અને ડિઝલ તમામને પહોંચી વળાશે

વાહનોને કારણે થતાં પ્રદૂષણ અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને એક સાથે પહોંચી વળવા માટે ટાટાએ હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી બસ તૈયાર કરી છે. થોડા સમય પહેલા જ ટાટા મોટર્સ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સાથે મળીને ભારતની પહેલી હાઇડ્રોજન બસનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. વાહન ચલાવવામાં સૌથી મોટી સમસ્યા પેટ્રોલ-ડીઝલ ની વધતી કિંમતો અને પ્રદુષણ હોય છે પણ ટાટા મોટર્સે હવે એવી બસ તૈયાર કરી છે.. જેમાં પેટ્રોલ-ડીઝલ ભરવાનું ટેંશન નહીં રહે. આ સાથે પર્યાવરણને પણ કોઈપણ પ્રકારનું નુકસાન પણ નહીં થાય. કેમકે તે એક હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ છે.

ભારતની જાણીતી કંપનીએ પહેલી હાઇડ્રોજન બસ નું નિર્માણ કર્યું છે જેનું ટેસ્ટિંગ શરુ થઇ ચૂક્યું છે. આ બસની ટેક્નિકલ સ્પેશિફિકેશનની વાત કરીએ સ્ટારબસ ફ્યુલ સેલની એફિશિએન્સી 40 થી 60 ટકા છે જે સ્ટાન્ડર્ડ થી 3 ગણી વધુ છે. તેની ફ્યુલ સેલ ટેક્નોલોજી ફ્યુલ કંઝમ્પશનને 50 ટકા ઓછી કરી દે છે.

હાઇડ્રોજન ફ્યુલથી ચાલનારી આ બસ ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના રૂપમાં ખુબ જ સહાયક સાબિત થશે કેમ કે તેમાં ઇંધણના રૂપમાં માત્ર પાણી અને હિટનો જ ઉપયોગ થાય છે. તે ભારતમાં વધતા વાયુ અને ધ્વનિ પ્રદુષણનું સ્તર ઓછું કરવામાં ખુબ જ મદદરૂપ થશે. 30 મુસાફરોની કેપેસીટી ધરાવતી આ બસ હાઇડ્રોજન પાવરથી ઓછી હોવાને લીધે ઝીરો પ્રદુષણ ફેલાવશે.. તેની આ જ ખૂબી તેને ઇન્ટરસીટી ટ્રાન્સપોર્ટેશન માટે બેસ્ટ બનાવે છે.

પાવરફુલ એન્જિન

ફ્યુઅલ સેલથી ચાલતી સ્ટારબસ 114 હોર્સ પાવર અને ઇલેક્ટ્રિક મોટરની મદદથી 250 હોર્સ પાવર જનરેટ કરે છે. આ બસ 800 rpm પર 1050 nmનો ટોર્ક જનરેટ કરે છે. 30 પેસેન્જર્સની કેપેસિટીવાળી આ બસ ઝીરો ઇમિશન વ્હીકલ છે. તેને કારણે આ બસ ઇન્ટરસિટી ટ્રાન્સપોર્ટેશન માટે બેસ્ટ ઓપ્શન છે.

અગાઉ આવી બસો લંડન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સામેલ થઈ ચૂકી છે. વોલ્વો અને મર્સિડિઝ બેન્ઝ દ્વારા આવી બસોનું નિર્માણ કરવામાં આવતું હતું. હવે ટાટાએ આવી બસના નિર્માણમાં હાથ અજમાવ્યો છે. ભારતમાં વધતા વાયુ અને ધ્વનિ પ્રદૂષણનું સ્તર ઓછું કરવામાં આ બસ સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. તો હવે વધતા પ્રદૂષણની સામે ભારત પણ હાઇડ્રોજનના ઉપયોગથી ચાલતી આ બસને લાવવા તૈયાર છે…જે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિરૂપ ઘટના છે.

READ ALSO

Related posts

#SareeTwitter બાદ મુંબઈ પોલીસે બતાવ્યો ખાખી સ્વેગ, દેશભરમાં ચાલી રહ્યો છે #KhakiTwitterનો ટ્રેડ

NIsha Patel

કોંગ્રેસને મોટો ફટકો આ કદાવર નેતા જોડાયા ભાજપમાં

Mayur

માંડ-માંડ બચ્યું 153 મુસાફરો સાથેનું વિસ્તારા વિમાન, માત્ર 10 મિનિટ ચાલે એટલું જ ઈંધણ હતું અંદર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!