GSTV

કામના સમાચાર/ 4 ટકાથી પણ ઓછા વ્યાજ દરે મળી રહી છે હોમ લોન, 8 લાખ રૂપિયાનું વાઉચર અને આ ફાયદા પણ ખરા

હોમ

ફેસ્ટિવ સીઝનમાં જો ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે ટાટા હાઉસિંગ એક શાનદાર ઑફર લઇને આવી છે. આ ઑફર અંતર્ગત તમે 4 ટકાથી પણ ઓછા વ્યાજ દરે હોમ લોન લઇ શકો છો. ચાલો તમને જણાવીએ કે શું છે આ ઑફર….હકીકતમાં ટાટા હાઉસિંગે એક યોજનાનું એલાન કર્યુ છે, જે અંતર્ગત ઘર ખરીદનારાઓને હોમ લોન પર એક વર્ષ માટે 3.99 ટકા વ્યાજ દરની ચુકવણી કરવાની રહેશે. સાથે જ કંપની સંભવિત ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બાકીનો ખર્ચ પોતે વહન કરશે.

જાણો શું છે ટાટા હાઉસિંગની ઑફર

ટાટા હાઉસિંગે એક નિવેદનમાં કહ્યું કે આ યોજના અંતર્ગત ગ્રાહકોને એક વર્ષ માટે ફક્ત 3.99 ટકા ફ્લેટ વ્યાજ દરની ચુકવણી કરવી પડશે. બાકી ખર્ચ ટાટા હાઉસિંગ વહન કરશે. આ યોજના 20 નવેમ્બર સુધી 10 યોજનાઓ માટે માન્ય છે.

ટાટા હાઉસિંગે જણાવ્યું કે ગ્રાહકોને બુકિંગ બાદ સંપત્તિના આધારે 25,000 રૂપિયાથી લઇને આઠ લાખ રૂપિયા સુધીનું ગિફ્ટ વાઉચર મળશે. વાઉચર 10 ટકા ચુકવણી કરવા અને પ્રોપર્ટીના રજીસ્ટ્રેશન બાદ જારી કરવામાં આવશે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રને કોરોનાની સૌથી વધુ માઠી અસર

ટાટા રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીનિયર અધિકારીએ જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીના પગલે ગત કેટલાક મહિનાઓ દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થયુ હતું પરંતુ હવે સુધારના કેટલાંક સંકેતો જોવા મળી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે સરકાર તથા આરબીઆઇએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત આપવા માટે અનેક પગલાઓ લીધા છે અને હવે ખાનગી ક્ષેત્રનો વારો છે કે તે ઘર ખરીદનારાઓની મદદ કરે.

જણાવી દઇએ કે રિઝર્વ બેન્કે કોરોના કાળમાં રેપો રેટ પર સતત કાતર ચલાવી છે. આ કારણે બેન્કો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ છે. પરિણામે લોન લેવી ઘણી સસ્તી અને સરળ બની ગઇ છે.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!