GSTV

2018-19માં આ મોટી કંપનીના જૂથે ભાજપને આપ્યું હતું 365 કરોડનું દાન, ઓનલાઈન ડોનેશનનો આંકડો જાણી ચોંકી જશો

Last Updated on November 13, 2019 by Mayur

નાણાકીય વર્ષ 2018-1૯માં ટાટા જૂથના ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 356 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું તેમ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરના રોજ ભાજપે ચૂંટણી પંચને આપેલી માહિતી મુજબ નાણાકીય 2018-1૯માં તેને ચેક અને ઓનલાઇન ડોનેશન દ્વારા કુલ 700 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. તે પૈકી અડધું ડોનેશન ટાટા જૂથનું અંકુશ ધરાવતા પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. ભારતના સૌથી ધનિક ટ્રસ્ટ પ્રૂડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને 54.25 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું હતું. પ્રૂડેન્ટ ટ્રસ્ટને ભારતી ગુ્રપ, હીરો મોટોકોર્પ, જ્યુબિલિયન્ટ ફૂડવર્ક્સ, ઓરિએન્ટ સિમેન્ટ, ડીએલએફ, જેકે ટાયર સહિતની કંપનીઓનું સમર્થન પ્રાપ્ત છે.

જો કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મળેનલ ડોનશનનો આ રકમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ રકમમાં ચેક અને ઓનલાઇન પેમેન્ટ  દ્વારા મળેલી રકમનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે 20,000 રૂપિયાથી વધુની રકમનું ડોનેશન ફક્ત ચેક અને ઓલાઇન પેમેન્ટ દ્વારા જ સ્વીકારવામાં આવે છે.  ભાજપને નાણાકીય વર્ષ 2018-1૯માં વ્યકિતઓ, કંપનીઓ અને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ડોનેશન પ્રાપ્ત થયું હતું તેમ ભાજપે ચૂંટણી પંચને રજૂ કરેલા દસ્તાવેજમાં જણવવામાં આવ્યું છે.

ઇલેકશન કોડ મુજબ રાજકીય પક્ષોને નાણાકીય વર્ષમાં મળેલ ડોનેશનની તમામ રકમ જાહેર કરવી પડશે. હાલમાં રાજકીય પક્ષોને 20,000 રૂપિયાથી ઓછી રકમનું દાન આપનાર  કે ઇલેક્ટોરલ બોન્ડ દાન આપનાર વ્યકિત કે સંસૃથાનું નામ જાહેર કરવું પડતું નથી.

READ ALSO

Related posts

ટ્રાફિક ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ ઈ-ડિવાઈઝથી પણ વસૂલશે દંડ!

pratik shah

Car Insurance : જો પાર્ક કરેલી કાર પર ઝાડ પડે તો ઇન્શ્યોરન્સના પૈસા મળશે કે નહીં? આ છે નિયમ

Vishvesh Dave

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!