GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અંબાણી, અગ્રવાલ અને મહિન્દ્રા બાદ દેશનું અબજોપતિ ગ્રૂપ આવ્યું ભારતની મદદે, કોરોના સામે લડવા મોદીને 500 કરોડ આપશે

કોરોના વાયરસને કારણે ભારત અને દુનિયામાં હાહાકાર મેચેલો છે. દરમિયાન, ટાટા જૂથે કોરોના વાયરસ સામેના યુદ્ધમાં 500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ટાટા જૂથના અધ્યક્ષ રતન ટાટાએ કહ્યું છે કે ટાટા જરૂરિયાત સમયે દેશના કામે આવી રહી છે, અને આ વખતે જરૂરિયાત સૌથી વધારે છે. ટાટા ટ્રસ્ટ આ રોગચાળાને નાથવા 500 કરોડ રૂપિયા આપશે. શનિવારે રતન ટાટાએ ટ્વિટર પર લખ્યું કે આ મુશ્કેલ સમય છે અને આપણે બધાએ સાથે મળીને તેનો સામનો કરવો પડશે.

રતન ટાટાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ટાટા ટ્રસ્ટ ફ્રન્ટલાઈન પર કામ કરતા આરોગ્ય કર્મચારીઓ, ટેસ્ટિંગ કિટ, સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની વધુ સારી વ્યવસ્થા અને આરોગ્ય કર્મચારીઓને તાલીમ માટે 500 કરોડ રૂપિયા આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાટા ટ્રસ્ટ મહામારી સાથે લડનારા તમામ લોકોનું સન્માન કરે છે.

ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ રતન ટાટાએ કહ્યું હતું કે, ભારત અને દુનિયાભરની પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ટાટા ટ્રસ્ટ અને ટાટા ગ્રુપની કંપનીઓએ ભૂતકાળમાં પણ દેશની જરૂરિયાતોમાં ફાળો આપ્યો છે.  હાલમાં, સમયની આવશ્યકતા અન્ય કોઈપણ સમય કરતા વધુ છે. આ અસાધારણ મુશ્કેલ સમયગાળામાં, હું માનું છું કે COVID 19 કટોકટી સામે લડવાની જરૂરિયાતોને પહોંચી વળવા તાત્કાલિક કટોકટી સંસાધનો તૈનાત કરવાની જરૂર છે, જે માનવજાત માટે સૌથી મુશ્કેલ પડકાર છે.”

ટાટા દ્વારા આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ફ્રન્ટલાઈન તબીબી કર્મચારીઓના વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, વધતા જતા કેસોની સારવાર માટે રેસ્પિરેટરી સિસ્ટમ, માથાદીઠ પરીક્ષણ ક્ષમતા વધારવા માટે ટેસ્ટ કીટ, ચેપગ્રસ્ત દર્દીઓ માટે મોડ્યુલર સારવાર સુવિધાઓ આપવા, આરોગ્ય કાર્યકરોની ટ્રેનિંગ માટે અને સામાન્ય લોકો માટે આપવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 150 થી વધુ નવા કેસ નોંધાયા છે. આ પછી, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 933 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 6 લાખને વટાવી ગઈ છે. ઇટાલીમાં વાયરસથી 9 હજારથી વધુ, સ્પેનમાં પાંચ હજારથી વધુ લોકોના મોત નીપજ્યાં છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!