જો એક વર્ષમાં આપના પૈસા 4.5 ગણા થઇ જાય તો આપને કેવું લાગશે? ટાટા સમૂહની એક કંપનીએ માત્ર 10 મહિનામાં જ રોકાણકારોના પૈસા 4.5 ગણા વધારી દીધા છે. જો તમે ગયા વર્ષે માર્ચ મહીનામાં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારા પૈસા 4.5 લાખ રૂપિયા થઈ ગયા હોત. અમે વાત કરી રહ્યા છીએ ‘ટાટા એલેક્સી’ (tata elxsi) ની.

ઘટાડો આવવા પર રોકાણકાર આ શેરને ખરીદી શકે છે
ટાટા એલેક્સીએ આ સપ્તાહની શરૂઆતમાં ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતાં. ત્યારથી તે 18 ટકા વધી ગયો છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું આ શેરમાં તેજી શરૂ રહેશે? નિષ્ણાંતોનું કહેવું છે કે, આ શેર ખૂબ મોંઘો થઇ ચૂક્યો છે. આ કારણોસર આમાં આગળ ઘટાડો જોવા મળી શકે છે. ઘટાડો આવવા પર રોકાણકાર આ શેરને ખરીદી શકે છે. આનું કારણ એ છે કે, ટાટા એલેક્સી મૂળભૂત રીતે મજબૂત છે.
રોકાણકારોના પોર્ટફોલિયોમાં આ શેર જરૂરથી હોવો જોઈએ
દલાલ એન્ડ બ્રોચાએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, “આ શેર છેલ્લાં છ મહિનામાં અનેક ગણો વધ્યો છે. રોકાણકારોના પોર્ટફોલિયોમાં આ શેર જરૂરથી હોવો જોઈએ. જેથી તેઓ દરેક મોટા ઘટાડા પર આ શેરને ખરીદી શકે છે. કારણ કે કંપનીએ સતત પોતાની ક્ષમતા સાબિત કરી છે.”

અત્યારે આ શેરનો PE 52 છે. જે એલએન્ડટી ટેક સર્વિસીસ અને ઑફએસએસ ના મુકાબલે વધારે છે. એલએન્ડટી ટેકનો PE 41 છે, જ્યારે ઑફએસએસનો PE 17 છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ટાટા એલેક્સીનો નફો વર્ષે દર વર્ષના આધાર પર અંદાજે 40 ટકા વધારે રહ્યો છે. આ દરમિયાન આવકમાં આશરે 13 ટકાનો વધારો થયો છે. એમ્બેડેડ પ્રોડક્ટ ડિઝાઇન અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન એન્ડ વિઝ્યુલાઇઝેશન ડિવીઝનના સારા પ્રદર્શનથી કંપનીના પરિણામ ખૂબ સારા રહ્યાં.
ઓટોમોટિવ માર્કેટમાં સુધારાનો ફાયદો ટાટા એલેક્સીને થશે : આયુષ રાઠી
ટાટા એલેક્સીના મેનેજમેન્ટે આગળ પણ પ્રદર્શન સારું રહેવાની આશા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે, ‘કંપનીને ઘણી સારી ડીલ મળવાની આશા છે. નાર્નોલિયા નાણાંકીય સલાહકારોના વિશ્લેષક આયુષ રાઠીએ જણાવ્યું કે, ‘ઓટોમોટિવ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેનો ફાયદો ટાટા એલેક્સીને થશે.’
ટાટા એલેક્સીને આશા છે કે, તે હજી સારું પ્રદર્શન કરવામાં સફળ થશે
લાંબા સમયથી ટાટા એલેક્સીનું પ્રદર્શન જેએલઆરના પ્રદર્શન પર આધારીત હતું. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેને નવા ગ્રાહકો બનાવ્યાં છે. જેનાથી કંપનીની આવકમાં 10 ટકાથી વધુ ગ્રોથ થયો છે. જેની અસર તેના શેર પર પણ થાય છે. કંપનીને એવી આશા છે કે તે હજી સારું પ્રદર્શન કરવામાં સફળ થશે. શુક્રવારના રોજ ટાટા એલેક્સીનો શેર 0.33 ટકા તૂટી રૂ. 2,569 પર બંધ થયો છે.
READ ALSO :
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી