GSTV

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Last Updated on July 28, 2021 by Pravin Makwana

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોની વચ્ચે હવે વાહન બનાવતી કંપનીઓ ઈલેક્ટ્રોનિક મોબિલિટી માટે નવા મોડલ રજૂ કરવામાં લાગ્યા છે. દેશની મુખ્ય વાહન બનાવતી કંપની ટાટા મોટર્સ પણ પોતાની શાનદાર પ્રમીયમ હૈચબૈક કાર Tata Altroz માટે નવી ઈલેટ્રોનિક્સ મોડલ પર ઝડપથી કામ કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ કંપનીની પહેલી કાર હશે, જે ALFA પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આવો જાણીએ તેની ડ્રાઈવીંગ રેંજ, કિંમત અને ફીચર વિશે…

Altroz EVમાં ટાટા મોટર્સ જિપટ્રોન ઈલેટ્રિક પાવરટ્રેનનો ઉપયોગ કરશે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે કારમાં એક વધારાની બેટરી બૈક વિકલ્પ મળવાની પણ સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સમાં બતાવામાં જઈ રહ્યા છે કે, આ બેટરી પૈક 25થી 40 ટકા વધારે ડ્રાઈવીંગ રેંજ આપે છે. જે લગભગ 500 કિમી બરાબર હશે.

રિપોર્ટનું માનીએ તો, આ કાર સિંગલ ચાર્જમાં 500 કિમી સુધી સફર કરશે. કેમ કે ટાટા અલ્ટ્રોઝ ઈલેક્ટ્રિક નેક્સોન ઈવીની સરખામણી એક મોટી બેટરી પૈક સાથે આવશે. એટલા માટે માનવામાં આવી રહ્યુ છે કે, તેને ચાર્જ થવામાં પણ વધારે સમય લાગે. જો કે હજૂ આ અંગે કંપની તરફથી કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. અને ડ્રાઈવીંગ રેંજના આ આંકડા એક તરફથી મીડિયા રિપોર્ટના આધારિત છે.

હાલના સમયમાં ટાટા મોટર્સ પોતાની Nexon ઈલેક્ટ્રિકમાં 30.2 kWhની ક્ષમતા બેટરીનો ઉપયોગ કર્યો છે. આ એસયુવીની ઈલેક્ટ્રિક મોટર 127bhpની પાવર જનરેટર કરે છે. આ એસયુવી સિંગલ ચાર્જમાં 312 કિમી સુધી ડ્રાઈવીંગ રેંજ આપે છે. આ હિસાબે જો અલ્ટોરઝ ઈલેક્ટ્રિક માટે 25થી 40 ટકા વધારે ડ્રાઈવીંગ રેંજનો દાવો કરવામાં આવે છે, તો આ કાર 500 કિમી ડ્રાઈવીંગ રેંજના આંકડાને ટચ કરી શકે છે.

Tata Altroz ઈલેક્ટ્રિકને કેન્દ્ર સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા નવી FAME II સ્કીમનો પણ લાભ મળશે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ સ્કીમની અસર કારની કિંમત પર સ્પષ્ટ રીતે જોવા મળશે. જો કે લોન્ચ પહેલા આ કારની કીંમત વિશે કંઈ પણ કહેવુ મુશ્કેલ છે. પણ જાણકારોનું માનવું છે કે, તેને 10થી 12 લાખ રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકે છે.

READ ALSO

Related posts

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!