તસ્કરોનો તરખાટ : ઘરમાં ચોરી કર્યા બાદ માલિકનું જ એક્ટિવા લઈ રફુચક્કર થઈ ગયા

પાદરા તાલુકાના લુણા ગામમા તસ્કરોએ તરખાટ મચાવી દીધો. તસ્કરો ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ રૂપીયા મંગળસૂત્ર સહિત સોનાના છ તોલાના દાગીનાની સાથેસાથે મકાન માલિકનું જ એક્ટિવા લઈ ફરાર થતા ચકચાર મચી ગયો. મોડી રાત્રે વીજપુરવઠો ખોરવાયાનો લાભ લઇને તસ્કરો હાથ સાફ કરી ગયા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસ ને જાણ કરાતા પોલિસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ વધુ પેટ્રોલિંગ કરે તેવી લોકોની માંગ કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter