GSTV

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ પંથકમાં અતિ ઝેરી સિન્થેટિક દૂધનું ઉત્પાદન કરતી ત્રણ ફેક્ટરીઓ પર ગઇકાલે દરોડા પાડયા પછી સત્તાવાળાઓએ એમાં સંડોવાયેલા 57 લોકોની અટકાયત કરી છે. બનાવટી આ દૂધ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્રના બ્રાન્ડેડ મિલ્ક યુનિટોને મોકલવામાં આવતું હતું.

મધ્ય પ્રદેશના ગ્વાલિયર- ચંબલ પંથકના મોરેના જિલ્લાના અમ્બા જ્યારે ભિન્ડ જિલ્લાના લાહાર કાતે સિન્થેટિક દૂધનું ઉત્પાદન કરતા ત્રણ એકમો પકડાયા હતા, જયાંથી 10,000 લીટર બનાવટી દૂધ, 500 કિલોગ્રામથી વધુ નકલી માવો અને 200 કિલોગ્રામથી વધુ સિન્થેટિક પનીરનો જથ્થો ઝડપાયો હતો.

આ જથ્થો લઇ જતાં 20 ટેન્કરો અને 11 પિક-અપ વેનને મધ્યપ્રદેશ પોલીસના ખાસ ટાસ્ક ફોર્સે ઝડપી પાડયા હતા. ઉપરોક્ત એકમો ખાતેથી પ્રવાહી ડિટરજન્ટ, રીફાઇન્ડ તેલ અને ગ્લુકોઝ પાવડર પણ મોટા જથ્થામાં જપ્ત કરાયો હતો.

આ એકમોમાં એક લિટર બનાવટી દૂધના ઉત્પાદન માટે 30 ટકા દૂધ, રીફાઇન્ડ તેલ, પ્રવાહી ડિટરજન્ટ, સફેદ રંગ અને ગ્લુકોઝ પાવડરનો ઉપયોગ થઇ રહ્યો હતો. આ જ રીતે, સિન્થેટિક કોટેજ ચીઝ પણ બનાવાઇ રહ્યું હતું કે જે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના બધા મોટા બજારોમાં મોકલાતું હતું.

પાંચ રૂપિયે પ્રતિ લીટરના દરે ઉત્પાદિત થતું સિન્થેટિક દૂધ રૂા.45 થી રૂા.50 પ્રતિ લીટરના ભાવે બજારમાં વેચવામાં આવતું હતું. જ્યારે કોટેજ ચીઝ રૂા.100 થી રૂા.150 પ્રતિ કિલોના ભાવે બજારમાં વેચાતું. ઉપરોક્ત ત્રણ દૂધ એકમો 24 કલાક ધમધમતા રહેતા અને રોજબે લાખ લીટર દૂધ બનાવતા. આ ષડયંત્રમાં કેટલાક ફૂડ ઇન્સ્પેક્ટરો પણ સંડોવાયેલા છે, જેમને ટૂંકમાં જ ઝડપી લેવાશે એમ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના અધિકારીઓએ જણાવ્યું.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!