GSTV
Home » News » જેણે હાર્દિકને થપ્પડ મારી તે ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ અને ડેપ્યુટી સરપંચ છે

જેણે હાર્દિકને થપ્પડ મારી તે ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ અને ડેપ્યુટી સરપંચ છે

Tarun Gajjar bjp

વઢવાણમાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર શખ્સ તરૂણ ગજ્જરનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. તરૂણ ગજ્જર જાસલપુરમાં ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ છે અને ડેપ્યુટી સરપંચ છે. ભાજપના વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સાથે પણ ફોટો વાયરલ થયો છે. તરૂણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે.

તરૂણ ગજ્જર ગામમાં છૂટક ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે જાતિ વિષયક ટીપ્પણીથી સમાજમાં થયેલા વિભાજનથી ગુસ્સે ભરાયેલો હતો. તેણે હાર્દિકને થપ્પડ મારતા સમયે 14 પાટીદારો મરી ગયા. 14 પાટીદારોનો ભરખી ગયો તેમ પણ કહ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલનો કડી સાથે પહેલા પણ નાતો રહેલો છે. કડી કોર્ટમાં પૈસાની લેતી દેતી મામલે હાલમાં હાર્દિક કોર્ટની મુદ્દત પણ ભરે છે. એટલુ જ નહીં હાર્દિક પટેલે કડીના એક વ્યક્તિ પાસે લીધેલા પૈસા આજદિન સુધી પરત કર્યા નથી તેવી પણ ચર્ચા છે.

READ ALSO

Related posts

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ગોડસેને ‘દેશભક્ત’ ગણાવ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે પ્રતિજ્ઞા લીધી, પરિણામના દિવસે ચુપ રહેશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!