GSTV
Home » News » સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગી આગ, જીવ બચાવવા બાળકોએ લગાવી છલાંગ

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગી આગ, જીવ બચાવવા બાળકોએ લગાવી છલાંગ

રાજ્યનાં સુરત શહેરમાં એક કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સુરત કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. નિર્દોષ બાળકોનો જીવ ગુમાવ્યો છે. તંત્ર દ્રારા જવાબદાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી, સુરત કોર્પોરેશનની ગંભીર બેદરકારી આવી સામે

જેમાં સરથાણા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં આ આગમાં 10થી વધુ લોકો ફસાયા છે. ત્યારે બાબતની જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી છે. અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યું કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રચંડ આગને કારણે ફસાયેલા લોકોને રેસ્કયું કરવાની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં 10થી 15 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યંુ છે. જ્યારે 20 વિધ્યાર્થીઓનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં 10થી વધુ બાળકોએ મોતની લગાવી છલાંગ. જ્યારે સવાલ ઉભો થાય છે કે ફાયર સેફટી હતી કે નહી અને આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલી રહ્યા છે.આગજનીમાં મોતનો આંકડો વધે તેવી શક્યાતી જણાઈ રહી છે. ફાયર સેફટીનાં અભાવે જીવ ગુમાવાવાનો આવ્યો વારો

પીએમ મોદીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે .તેમણે ટિવ્વરપર દુ:ખ વ્યક્ત કર્યું છે. અને આગની ઘટના પર સચિવાલય દ્વારા સીધી રીતે દેખરેખ રાખવાની ક્યું છે. જેમાં મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરાવામા આવી છે. અને વહીવટી તંત્રે તમામ રીતે પગલા લેવમાં આવશે. સરકારે તપાસનો આદેશ અપાયો છે .

સુરતની આગની ઘટનામા ઘણા બાળકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કેટલાક મૃતદેહ ઓળખી શકાય એવા સ્થિતીમાં નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન,કલેકટર સહીત મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જેમાં આગ લાગ્યા બાદ ઘણા લોકોએ જીવ બચાવવા ઉપરથી નીચે છલાંગ લગાવી હતી. જેથી છલાંગ લગાવનારાઓને ઘણી ઈજાઓ પહોંચી છે. ત્યારે તે તમામ લોકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા..આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.

READ ALSO

Related posts

શાકના છોતરા સાથે સોનાના દાગીના ખાઈ ગયો આખલો, બહાર કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ મેળ ન પડ્યો

Arohi

Google હાસલ કરી Quantum Supremacy, બદલાઈ જશે કોપ્યૂટિંગની દુનિયા

pratik shah

સોનાના વેચાણને નડી મંદી, પુષ્યનક્ષત્રમાં 200 કરોડના વેચાણ સામે આ વર્ષે આ છે આંક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!