GSTV

મોબાઈલ ધારકોના `અચ્છે દિન’ ગયા : સસ્તા પ્લાન પડશે હવે મોંઘા, અા છે કારણ

છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળા દરમિયાન ટેલિકોમ સેકટરમાં ઊથલપાથલ થયા બાદ હવે તેમાં સ્થિરતા આવી છે. ત્યારે ઉદ્યોગના એક્ઝિક્યુટિવ્સ તથા નિષ્ણાતો માને છે કે, આગામી બે ક્વાર્ટરમાં ટેરિફમાં વધારો થાય તેવી સંભાવના છે.  ભારતીય ટેલિકોમ ગ્રાહકોએ બે વર્ષ સુધી અત્યંત નીચા ભાવે ટેલિકોમ કંપનીઓ સેવા આપતી હતી, પરંતુ હવે તેના ભાવ સુધારો જોવા મળશે. આગામી બે ક્વાર્ટરમાં રેટમાં સુધારો જોવા મળશે. જો કે, આ ટેલિકોમ કંપનીઓમાં રિલાયન્‍સ જિઓની નીતિ પર વધુ નજર રહેશે જેણે જાન્‍યુઆરીથી ભાવ સ્‍થિર રાખ્‍યા છે.

સપ્‍ટેમ્‍બર ૨૦૧૬માં જિઓના પ્રવેશ બાદ ટેરિફમાં કડાકો આવ્‍યો હતો અને તમામ હરીફ કંપનીઓએ ગ્રાહકો જાળવવા માટે ભાવ ઘટાડવા પડયા હતા. જેના કારણે ડેટા અને વોઇસમાં અભૂતપૂર્વ હરીફાઇ જોવા મળી હતી. આ પરિસ્થિતિ દરમિયાન હરીફાઈમાં ન ટકી શકનારી નાની કંપનીઓને બજારમાંથી વિદાય લેવો પડ્યો હતો. હાલમાં માર્કેટમાં જૂની કંપનીઓમાં વોડાફોન, આઈડિયા અને ભારતીય એરટેલ તથા નવી ટેલિકોમ કંપનીઓમાં જિઓની હાજરી જોવા મળે છે.

 આથી હવે આ કંપનીઓ પાસે પ્રાઈસિંગ પાવર આવશે, તેમજ જ્યારે વોડાફોન, આઈડિયા, એરટેલ અને જિઓને કિંમત વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમના દ્વારા કોઈ ઉત્તર મળ્યો ન હતો. નબળો રૂપિયો અને વધતા જતા બોન્ડ યીલ્ડના કારણે નાણાકીય ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, જેથી નાણાકીય દબાણ હેઠળ રહેલી કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આઇઆઇએફએલના એકિઝકયુટિવ વાઇસ પ્રેસિડેન્‍ટ, સંજીવ ભસિને જણાવ્‍યું કે, મોબાઇલ ગ્રાહકો માટે મફતમાં સુવિધાઓના દિવસો પૂરા થવાના છે. ઊંચા નાણાકીય ખર્ચના કારણે ટેલિકોમ કંપનીઓ દબાણ હેઠળ છે અને તેમણે આગામી બે કવાર્ટરમાં દરમાં વધારો કરવો પડશે. એપ્રિલ ૨૦૧૯ પછી ભાવમાં વધારો થશે તેમ તેમણે કહ્યું હતું.

Related posts

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari

કોરોનાનું સંકટ: રાજકોટમાં વધુ પાંચ કેસ પોઝિટીવ, શહેરમાં આંકડો 20 પર પહોંચ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!