GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ઓ બાપ રે … હવે ફોન આવશે તો પણ લાગશે ચાર્જ, મોબાઈલ કંપનીઓએ કરી આ તૈયારીઓ

મોબાઈલ સેવા આપતી કંપનીઓ એ નવા ટેરિફ દરો લાગું કર્યા છે. જેના કારણે ગ્રાહકોનો ખર્ચ દોઢ ઘણો વધી જશે. કંપનીઓએ સૌથી મોટો ઝટકો ઈનકમિંગ કોલ પર આપ્યો છે.

જ્યાં ગ્રાહકો પાસેથી ફેયર યૂજેજ પોલીસી(એફયૂપી)નાં અંતર્ગત બીજા નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટ વસૂલ કરવામાં આવશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ તો ફક્ત એક શરૂઆત છે અને હવે આવનારા બે કે ત્રણ મહિનાઓમાં ફ્રિ ઈનકમિંગ કોલનો સમય સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે.એસબીઆઈ કેપિટલ સિક્યોરીટીઝનાં મુખ્ય શોધકર્તા રાજીવ શર્મા એ જણાવ્યું કે પહેલા જીયો એ અન્ય નેટવર્ક પર કોલ કરવા પર આઈયૂસી ચાર્જ અંતર્ગત 6 પૈસા પ્રતિ મિનિટ વસૂલ કરવાનું શરૂ કર્યું ત્યારે હવે વોડા આઈડિયા અને એરટેલે પણ એફયૂપી લાગી દીધો છે.

ફાયદામાં રહેશે જીયો ગ્રાહક
ટેલિકોમ નિષ્ણાતો કહે છે કે જ્યારે જિઓ 6 ડિસેમ્બરે તેના નવા ટેરિફની જાહેરાત કરશે ત્યારે તે તેની હરીફ કંપનીઓ કરતાં ગ્રાહકોને વધુ રાહત આપી શકે છે. કંપનીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે અમે અન્ય કંપનીઓની તુલનામાં 20 ટકા સસ્તા ટેરિફ આપીશું, જ્યારે સેવાઓ 300 ટકા વધારશે.

આ સિવાય જિઓના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેના 90 ટકા ગ્રાહકો પ્રિપેઇડ છે, જેથી કંપની ઓછી ફીમાં વધારો કરીને મોટો નફો મેળવી શકે. તે જ સમયે, વોડા આઈડિયા અને એરટેલના કુલ ગ્રાહકોમાંથી 30 ટકા પોસ્ટપેડ છે અને કંપનીએ આ સેગમેન્ટમાં વધારો કર્યો નથી.

READ ALSO

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!