ફિસ્કલ ડેફીસિટ-નોમિનલ જીડીપીના ૬.૮ ટકા (૨૦૨૦-૨૧માં ૯.૩ ટકા હતી) અંદાજિત જીડીપી વૃદ્ધિ દર: ૨૦૨૦-૨૧ માટે માઇનસ ૧૦ ટકા (૨૦૨૧-૨૨ માટે ૧૪.૪ ટકા અંદાજિત) કરંટ એકાઉન્ટ ડેફીસિટ : ૨૦૨૧-૨૨ના બીજા ત્રૈમાસિકી ગાળામાં જીડીપીના ૧.૩ ટકા રેવન્યુ ડેફીસિટ: લક્ષ્યાંક જીડીપીના ૫.૧ ટકા કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ જ્યારે રજૂ થવાનું હતું ત્યારે નાણામંત્રી પાસે અપેક્ષા હતી કે – આગામી બજેટ ખાડામાં પડી ગયેલી અર્થવ્યવસ્થાને ઊંચકવાનું કામ કરશે. રોજગારી વધારનારું બજેટ હશે. ઘરઆંગણાનાં બજારમાં તળિયે પહોંચી ગયેલી માંગને જીવંત કરનારું બજેટ હશે. ભારતીય અર્થવ્યવસ્થાને પાટે ચડાવનારું અને ત્યારબાદ વિકાસને રસ્તે અર્થવ્યવસ્થાની ગાડી દોડે તે માટેનું બજેટ હશે. કોવિડની મહામારીમાં વધારાના દસથી બાર કરોડ લોકો ગરીબીની રેખા નીચે પહોંચી ગયા છે એમને ગરીબીની રેખા ઉપર લઈ આવનારું બજેટ હશે.

આ અપેક્ષાઓમાંથી અંશતઃ સફળતા મળી છે અને એને કારણે એક આશાવાદ બંધાયો છે. બરાબર તેવે સમયે કોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોનના ભયે હજુ પણ આપણે થરથરીએ છીએ. ૨૦૨૨-૨૩નું વરસ આ સંદર્ભમાં જોઈએ તો નાણાં મંત્રી પાસેથી વિદાય થઇ રહેલ વરસના બજેટમાં ખાસ કરીને દેશના મધ્યમ વર્ગને મોટી અપેક્ષાઓ હતી. આ વર્ગ સૌથી વધારે ઘવાયેલો અને અસરગ્રસ્ત છે. અને એટલે વિદાય લઈ રહેલા નાણાકીય વરસના બજેટમાં અર્થવ્યવસ્થાને દોડતી કરવાનું અને મધ્યમ અને મજદૂર વર્ગ માટે રોજગારી પુનઃસ્થાપિત કરવાનું કામ કરવું પડે. ગયા વરસનું કેન્દ્રીય બજેટ રજૂ થયું ત્યારે મોંઘવારીનો દર ૪ ટકા હતો. ડિસેમ્બર ૨૦૨૧માં એ ૫.૫૯ ટકા રહેવા પામ્યા છે. આમ છતાંય લોકોની અપેક્ષા હતી કે ગયા વરસની સરખામણીમાં ચાલુ વરસે જીવનધોરણ સુધરશે. સમાજનો એક મોટો ભાગ આવક અને જાવકના છેડા ભેગા થાય એવું જીવનધોરણ હજુ પણ પામી શક્યો નથી. બજારોમાં ઘરાકી જે પ્રમાણે નીકળવી જોઈએ તે નીકળી નથી અને ભાવવધારો થયો છે.

એક રૂઢિચુસ્ત આંક મુજબ લગભગ અડધોઅડધ જેટલી વસતીના જીવનધોરણને આની અસર થઈ છે. આ લોકો જ્યારે બે છેડા ભેગા કરવા મથી રહ્યા છે ત્યારે ધનવાન વધારે ધનવાન બન્યો છે અને મુકેશ અંબાણીને પાછળ પાડીને ગૌતમ અદાણી આ દેશના ટોચના ધનપતિ બન્યા છે. એક મધ્યમ વર્ગના નોકરિયાતનો આખા મહિનાનો પગાર હોય એટલા નાણાં તો આ ધનપતિઓ ગણતરીની પળોમાં કમાઈ લે છે. આમ, દેશની અર્થવ્યવસ્થા ધનવાનને વધારે ધનવાન બનાવી રહી છે અને ગરીબ વધુને વધુ ગરીબીમાં સપડાઈ રહ્યો છે. આ સંદર્ભમાં વિદાય લેતા નાણાકીય વરસમાં સામાન્ય માણસની જે અપેક્ષા હતી તે ઘણા બધા કિસ્સામાં માત્ર ઈચ્છા જ રહી છે.
માર્ચ ૩૧, ૨૦૨૨ના રોજ પૂરા થતાં નાણાકીય વરસ માટે જીડીપી વિકાસ દર ૯ થી ૧૦ ટકાની આસપાસ રહેશે એવો અંદાજ છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગના ઉત્પાદનનો વૃદ્ધિ દર જે ઝડપે વધવો જોઈએ તે ઝડપે વધ્યો નથી. ઔદ્યોગિક ક્ષેત્રનું જીડીપીમાં પ્રદાન લગભગ ૨૫ ટકા છે. આમાંથી લગભગ ૩૫ ટકા ઉત્પાદન મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ક્ષેત્રમાંથી આવે છે જેની ગાડી હજુ પૂર ઝડપે દોડતી નથી. નાણાકીય વરસના અંતે હજુ પણ સ્જીસ્ઈ ક્ષેત્રમાં ૪૦ ટકા જેટલો ઘસારો અર્થવ્યવસ્થાએ વેઠવો પડે તો નવાઈ નહીં કહેવાય.
Read Also
- બુલેટ ટ્રેન/ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં શું હશે ભાડું? રેલવે મંત્રીએ પોતે બતાવી ટિકિટની કિંમત
- રાજકારણ/ બિહારમાં એડવાન્સમાં જ ઘડાયો હતો પ્લોટ, ભાજપ ઉંઘતું ઝડપાયું
- અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ
- નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત