GSTV

શું તારક મહેતા છોડીને ચાલ્યો જશે સોઢી, જાણો પ્રોડ્યુસરે શું કહ્યું

ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી દર્શકોને એન્ટરટેઈન કરી રહી છે. શોના દરેક પાત્રો સાથે લોકો આત્મીયતાથી જોડાઈ રહ્યાં છે. સમાચાર પ્રમાણે શોમાં સોઢીનું પાત્ર નિભાવનાર ગુરૂચરણસિંહ શો છોડવાનું મન બનાવી ચુક્યાં છે. તેના પર શોના પ્રોડ્યુસર અસીત મોદીએ નિવેદન આપ્યું છે.

વ્યક્તિગત કારણોથી શો છોડી રહ્યો છે સોઢી

મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુરૂચરણે વ્યક્તિગત કારણોના હિસાબે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા માટે શૂટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને તેમણે પ્રોડકશન હાઉસને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. સાથે જ આ સંબંધે સોઢીએ તેને એક પાત્ર પણ આપ્યું છે.

હજુ સુધી કોઈ પત્ર મળ્યો નથી

હવે શોના પ્રોડ્યુસર અસીત મોદીએ ગુરૂચરણસિંહના શો છોડવાની વાત ઉપર પ્રતિક્રિયા આપી છે કે, સ્પોટબ્વોયે જ્યારે તેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું તકે મને ખરેખર ખબર નથી. આ વાત ક્યાંથી ફેલાવવામાં આવી રહી છે. મને ગુરૂચરણસિંહ તરફથી કોઈ એવો પત્ર મળ્યો નથી. અત્યારે તો હું લેખનમાં વ્યસ્ત છું અને અમારી શૂટીંગને ફરીથી શરૂ કરવાની તારીખો નિર્ધારિત કરવામાં લાગ્યો છું.

તમામના નિર્ણયોનું સન્માન કરીશ

જ્યારે તેમને શોના કલાકારોના પગારકાપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, અમે કોઈ પગારકાપ કરી નથી રહ્યાં, અને હું પુરી કોશિશ કરૂ છુ કે ભવિષ્યમાં પણ આવા કોઈ ઉપાયોનો સહારો લેવો ન પડે. હું સેટ ઉપર આવવા માટે કોઈ પણ કલાકારને મજબુર નથી કરતો. જો તે બહારની સ્થિતિ જોઈને અસહજ છે તો તે તેની મર્જી હશે કે તે શૂટ કરશે કે નહીં. તે તેમનો નિર્ણય હશે અને હું તેમનું સન્માન કરીશ.

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!