‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં વાપસી કરી શકે છે દયાબેન, મેકર્સે આપ્યું આ કારણ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રશંસકો દયાબેનની વાપસીનો આતુરતાપૂર્વ રાહ જોઈ રહ્યાં છે. હાલમાં આવેલા રીપોર્ટ મુજબ દયાબેનનુ પાત્ર ભજવી રહેલી દિશા વાકાણીને શોમાં રિપ્લેસ કરી શકાય છે. જોકે, તારક મેહતાના પ્રોડ્યૂસર્સે આ રીપોર્ટને ફગાવ્યા છે.

શોના પ્રોડ્યૂસર આતિશ કુમારનું દિશા વાકાણીને રિપ્લેસ કરવા અંગે નિવેદન સામે આવ્યું છે. આતિશ કુમારે કહ્યું કે શોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરાશે નહીં. તેઓ હજી પણ અમારા શોમાં છે.

બૉલીવુડ લાઈફની રીપોર્ટ મુજબ- દિશા વાકાણીનો કોન્ટ્રાક્ટ હજી સુધી સમાપ્ત થયો નથી. દિશા હજી પણ શોનો ભાગ છે. આતિશ કુમારે કહ્યું, તેઓ જ્યારે આવવા ઈચ્છશે, અમે તેમને સમય આપીશું. જો એકસાથે કામ કરવુ બંને માટે લાભકારક છે તો અમે ફરીથી એકસાથે કામ કરીશું.

આ હતા સમાચાર

વેબસાઈટ Spotboyeના રીપોર્ટ મુજબ- દિશા વાકાણી શોમાં વાપસી કરી રહી નથી. રીપોર્ટ મુજબ, દિશાએ ગયા વર્ષે માર્ચ મહિનામાં વાપસી કરવાની હતી, પરંતુ પોતાના બાળકની સારસંભાળ રાખવા ઈચ્છે છે. જેને કારણે તેઓ શોમાં ફરીથી આવવા માટે માનસિક રીતે તૈયાર નથી.

રીપોર્ટ મુજબ, દિશા વાકાણી આ સીરિયલમાં બીજી વખત વાપસી માટે વધારે ફી ઈચ્છી રહી છે. દિશાએ શરત મૂકી છે કે તેઓ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીની શિફ્ટમાં કામ કરશે. એટલું જ નહીં, દિશા મહિનામાં 15 દિવસ જ કામ કરશે. આ શરતો નિર્માતાને મંજૂર નથી.

વર્ષ 2017માં આપ્યો હતો દીકરીને જન્મ

દિશાએ 30 નવેમ્બર 2017ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારથી તેઓ પોતાની દીકરીની સાથે સમય વિતાવી રહી છે અને શોમાં જોવા મળી નથી. શોમાં તેમના કો સ્ટાર્સ સિવાય તેમના તમામ ચાહકો કમબેકની રાહ જોઈ રહ્યાં છે. દિશા વાકાણીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તારક મેહતા શો માટે છેલ્લી વખત શૂટ કર્યુ હતું.

દિશા 2008માં શોની શરૂઆતમાં જ સતત ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં કામ કરી રહી છે. દિશા માર્ચ સુધી મેટરનિટી લીવ પર હતી. આશા સેવાઈ રહી હતી કે તેઓ માર્ચ બાદ શોમાં કમબેક કરશે, પરંતુ આ રાહ સમાપ્ત થઈ રહી નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter