GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

‘તારક મહેતા…’માં દયાબેનની વાપસી થાય કે ન થાય, આ નવા પાત્રની ચોક્કસ થશે એન્ટ્રી

દયાબેન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાછા ફરવાની રાહમાં બેઠેલા ચાહકોને શોમાં એક નવો વળાંક જોવા મળશે. એવા અહેવાલો છે કે દયાબેન નહીં પણ તેમની માતા શોમાં એન્ટ્રી લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દયાબેન એટલે કે દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી આ શોમાં ગેરહાજર છે.

સીરિયલમાં દયાબેન પોતાની કેટલીક તકલીફોનો ઉકેલ લાવવા માટે તેની મમ્મી સાથે ફોન પર વાત કરતી અનેકવાર જોવા મળી છે અને સામેથી તે પણ ઉપાય સૂચવે છે. તેમનો ચહેરો આજસુધી દેખાડાયો નથી પરંતુ હવે સીરિયલમાં આવેલા નવા ટ્વિસ્ટ મુજબ દયાબેનની મમ્મી ટૂંક સમયમાં જોવા મળે તેવી શક્યતા છે.

રિપોર્ટ્સ પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આગામી એપિસોડમાં એવી સ્થિતિ બની રહી છે જેનાથી દયાબેનની મમ્મીની જરૂર પડશે. હવે જોવાનું એ છે કે મેકર્સ તેમની એન્ટ્રી કરાવશે કે નહીં.

અપકમિંગ એપિસોડમાં બતાવવામાં આવશે કે જેઠાલાલના (દિલીપ જોષી) પિતા ચંપકલાલ (અમિત ભટ્ટ) છેલ્લાં કેટલાંય સમયથી ગુમ છે. જેઠાલાલ પિતાને શોધીને થાકી જાય છે અને લાચારી અનુભવે છે. ચંપકલાલ પાસે ચશ્મા પણ નથી અને તેને કારણે તેમને દેખાતુ નથી. તેઓ જ્યારે પણ મદદ માગતા હોય છે ત્યારે એક નવી જ મુસીબતમાં ફસાઈ જાય છે. આ સમય દરમિયાન ચંપકલાલને એક વ્યક્તિ મદદ કરે છે અને તેને ગોકુલધામ અંગે ખબર હોય છે. જોકે, તે વ્યક્તિ ઓછું સાંભળતો હોય છે અને તે ભૂલથી ચંપકલાલને થાને સ્થિત ગોકુલધામ સોસાયટીવાળી બસમાં બેસાડી દે છે.

disha vakani

આ સમય દરમિયાન જેઠાલાલ ગોકુલધામ સોસાયટીના સભ્યો સાથે ચંપકલાલનો મિસિંગ રિપોર્ટ લખાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે. જેઠાલાલ પોતાની સાસુને ફોન કરીને પિતાને કેવી રીતે શોધવા તે અંગેની સલાહ માગે છે. દયાભાભીની માતા પોતાના જમાઈને મદદ કરે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે મેકર્સ આ વખતે દયાભાભીની માતાનો ચહેરો બતાવે છે કે પછી દર વખતની જેમ બેકગ્રાઉન્ડમાં જ તેમનો અવાજ સાંભળવા મળે છે.

Read Also

Related posts

રિયાએ પાંચ દિવસમાં સુશાંતને 25 કોલ કર્યા, એક્ટરે પરિવારની મદદ માગી હતી

Mansi Patel

ચીનમાં આવી ગયો છે કોરોના બાદ નવો વાયરસ, 60 લોકોને ભરખી ગયો બહાર નીકળશે તો હાહાકાર મચાવશે

Mansi Patel

પ્રસૂતિ પછીના સમયમાં રાખો સ્તનનું ખાસ ધ્યાન, આ રીતે વધારો સ્તનસોંદર્ય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!