GSTV

Wow! અસલ જિંદગીમાં પણ આટલી જ ગ્લેમરસ છે જેઠાલાલની ‘બબીતા’, તસવીરોમાં જુઓ તેનો સ્ટાઇલિશ અંદાજ

બબીતા

કોઇપણ સીરીયલ અથવા શૉમાં કોઇપણ કિરદાર નિભાવનાર વ્યક્તિ અસલ જિંદરીમાં તે કિરદારથી એકદમ અલગ હોય છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની બબીતા જી(Babita Ji) જે આ શૉમાં ખૂબસુરત અને ગ્લેમરસ છે તે અસલ જીવનમાં પણ આવી જ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં તે બબીતા જીના કિરદારમાં છે જે એકદમ ખૂબસુરત, સ્ટાઇલિશ અને મોર્ડન છે. પરંતુ અસલ જિંદગીમાં પણ એટલી જ સ્ટાઇલિશ છે, તે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરોથી સ્પષ્ટ થઇ જાય છે.

તેનુ અસલી નામ મુનમુન દત્તા છે. જે બંગાળી છે. અસલ જીવનમાં મુનમુન દત્તા ખૂબ જ ગ્લેમરસ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ ફોટોઝ શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા 4.4 મિલિયનથી વધુ છે. ટીવી એક્ટ્રેસની તુલનામાં તે સૌથી વધુ ફૉલો કરવામાં આવતી સેલેબ્રીટીમાંથી એક છે.

આ તસવીર આ સમયે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેમાં તે ચમકતા ગોલ્ડન રંગના આઉટફિટમાં નજરે આવી રહી છે. જેણે પણ તસવીર જોઇ છે તે તેના વખાણ કર્યા વિના નથી રહી શકતુ. આ તસવીર એક દિવસ પહેલા જ તેણે ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને લાખો લાઇક્સ મળી છે.

મુનમુન દત્તાએ પોસ્ટગ્રેજ્યુએશન અંગ્રેજી વિષય સાથે કર્યુ છે. તે અભ્યાસમાં ઘણી હોશિયાર હતી. એક ઇન્ટરવ્યુમાં મુનમુને જણાવ્યું હતું કે તે એક્ટિંગ ફીલ્ડમાં આવવા માગતી ન હત પરંતુ ડોક્ટર બનવા માગતી હતી. મુનમુને કહ્યું કે, હું તે હજુ પણ ડોક્ટર બનવા માગુ છું. તક મળે તો હું ખૂબ વાંચુ છું. મારા ફોનમાં મેડિકલ સાથે સંબંધિત એપ છે.

જ્યારે મુનમુન પુણેમાં રહેતી હતી તે દરમિયાન તેણે ફેશન શૉમાં હિસ્સો લેવાનું શરૂ કર્યુ. ફેશનના ક્ષેત્રમાં રસ હોવાના કારણે મુનમુન મુંબઇ પહોંચી. 2004ના વર્ષમાં તેણે ઝીટીવી પર આવતી સીરિયલ ‘હમ સબ બારાતી’થી ડેબ્યૂ કર્યુ.ફિલ્મોની વાત કરીએ મુનમુનની પહેલી ફિલ્મ હાસન સાથે ‘મુંબઇ એક્સપ્રેસ’થી કરી. આ ઉપરાંત તેણે 2006માં ફિલ્મ ‘હૉલી ડે’ પણ કરી હતી.

બબીતા

મુનમુન પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. બોલીવુડમાં Me Tooની શરૂઆતનો શ્રેય તનુ શ્રી દત્તાને જાય છે પરંતુ મુનમુન ઘણાં સમયથી આ મુદ્દો ઉઠાવતી આવી છે.

બબીતા

મુનમુન એક્ટર અરમાન કોહલી સાથેના અફેરને લઇને પણ ચર્ચામાં આવી ચુકી છે. 2008માં મુનમુનનું અફેર અરમાન કોહલી સાથે શરૂ થયો અને થોડા સમય બાદ તેમનું બ્રેકઅપ થઇ ગયુ. તેમના બ્રેકઅપનું કારણ અરમાનનો ગુસ્સાવાળો અને આક્રામક સ્વભાવ છે.

Read Also

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!