GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

બબીતાને ફ્લર્ટ કરતા કરતા સપનામાં ખોવાયા જેઠાલાલ, અચાનક ચંપક ચાચાએ આવી રંગમાં ભંગ પાડ્યો…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા… શોમાં આમ તો એકથી એક ચડિયાતા કલાકારો છે, જે સૌ કોઈના પસંદીદા છે. તેના જ કારણે છેલ્લા 12 વર્ષથી દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે આ શો. જો કે, આ શોમાં સૌ કોઈનું ધ્યાન તો એક જોડી પર જ હોય છે તે છે જેઠાલાલ અને બબીતા. શોમાં જેઠાલાલ પોતાની પડોશી બબીતામાં દિલો જાનથી ન્યોછાર થાય છે. એટલુ જ નહીં જેઠાલાલ બબીતાને પોતાના માટે ખૂબ જ લકી માને છે. જે ઘણી વાર બીબતાને આ વાત કહેતા પણ સાંભળ્યા છે.

જેઠાલાલ બબીતાના માને છે લકી

આવુ જ એક વાર શોમાં જોવા મળ્યુ હતું કે, જેઠાલાલ ઘરેથી દુકાન જવા માટે નિક્ળ્યા હતા. ત્યારે જ તેમને સોસાયટીના કમ્પાઉન્ડમાં બબીતા મળ્યા. તે જેઠાલાલને કહે છે કે, હુ તમને જ યાદ કરતી હતી. બબીતા તેને યાદ કરી રહી છે, તે સાંભળી જેઠાલાલ મનમાં ને મનમાં ખુશ થઈ જાય છે. પોતાની આદતથી મજબૂર ટપ્પુના પપ્પા ત્યાં જ બબીતા સાથે ફ્લર્ટ કરવા લાગે છે. જેઠાલાલ જણાવે છે કે, બબીતાજી તમે મને યાદ કરતા હતા એટલા માટે મને વારંવાર હિચકી આવે છે. હવે જુઓ તમે મળી ગયા અને હિચકી પણ બંધ થઈ ગઈ.

બબીતા તેને જ યાદ કરે છે તે સાઁભળી સપનામાં ખોવાયા જેઠાલાલ

જેઠાલાલા આટલાથી અટકતા નથી પણ બબીતાને જોઈ આગળ કહે છે કે, શું વાત છે બબીતાજી મારા દિવસની શરૂઆત કેટલી શાનદાર થઈ છે. તમે મને યાદ કરો છે, તે સાંભળી જેઠાલાલા તેવા સપનાઓમાં ખોવાય જાય છે. અને ત્યાં તો અનુભવે છે કે, ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. અને બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક મ્યૂઝિક વાગે છે. બબીતાની સામે જ તે ઝૂમવા લાગે છે. આવુ બધુ જોઈ બબીતા થોડી ચોંકી જાય છે. ત્યાં તો આટલી વારમાં ત્યાં બાપૂજી ચંપક ચાચા આવી જાય છે. અચાનક જેઠાલાલને આવી રીતે જોઈ ચાચાજી પુછે છે તે, જેઠ્યાને શું થશું છે.

ચંપક ચાચાએ રંગમાં ભંગ પાડ્યો

બબીતા, ચંપક ચાચાને કહે છે કે, ખબર નહીં જેઠાજી અત્યાર સુધી તો વાત કરી રહ્યા હતા, પણ અચાનક ઝૂમવા લાગ્યા. ત્યાર બાદ બાપૂજી જેઠાલાલને બોલાવે છે પણ જેઠાલાલ તો પોતાની મસ્તીમાં મસ્ત છે. ત્યાર બાદ બાપૂજી જેઠાલાલને જોરથી ખેંચે છે તો અચાનક જેઠાલાલ સપનાની દુનિયામાંથી બહાર આવે છે. જેઠાલાલ કહે છે કે, બાપૂજી તમે ક્યારે આવ્યા, બાપૂજી કહે છે કે, જ્યારે તૂ સૂઈ રહ્યો હતો ત્યારે આવ્યો. બાદામાં જેઠાલાલ મેડિટેશનની વાત કહી બબીતાની સામે પોતાને બાપૂજીનો ગુસ્સો સહન કરવો ન પડે એટલા માટે ઝડપથી દુકાન તરફ રવાના થઈ જાય છે.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah

સારા અલી ખાનના ઘરે પણ કોરોનાની દસ્તક, નજીકના આ વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Bansari

ચાર ગુનેગારોની ‘અનોખી’ દોસ્તીની કહાની છે યારા, જુઓ વિદ્યુત જામવાની આ ફિલ્મનું દમદાર ટ્રેલર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!