GSTV

તારાજી/ હૈદરાબાદમાં ભારે વરસાદ-પૂરના કારણે મૃતકોની સંખ્યા 50 પર પહોંચી,માર્ગો પાણીમાં ગરકાવ- વરસાદનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે

દેશના હૈદરાબાદ શહેરમાં મુશળાધાર વરસાદ વરસ્યા પછી થોડાક સમય માટે વિરામ લીધો હતો. ત્યાર બાદ ફરીથી મુશળાધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયાની શરૂઆતમાં શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ મચ્યો છે. ત્યારે આ વચ્ચે શનિવારે ફરીથી વરસાદ વરસવાને કારણે શહેરનાં ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન પર ઉંડા અસર નોંધાઈ છે.

વરસાદનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે

શહેરના માર્ગો પર પાણીના ભરાવને કારણે વાહન વ્યવહાર અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.નોંધનીય છે કે આ ભારે વરસાદ અને પૂરના કારણે મૃતકોની સંખ્યા 50 પર પહોંચી છે.

વરસાદનું રૌદ્ર સ્વરૂપ આવ્યું સામે

નોંધનીય છેકે હૈદરાબાદ ભારે વરસાદને કારણે માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચોતરફ ભારે તારાજીના દ્વશ્યો જોવા મળ્યા હતો. સમગ્ર શહેર સમુદ્રમાં ફેરવાયું હતું, વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી હતી .ઉલ્લેખનીય છે કે રાહત અને બચાવ કાર્ય યથાવત છે.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ચંદ્રાયગુટ્ટા વિસ્તારની થઈ છે. અધિકારીક આંકડાઓ અનુસાર હૈદરાબાદમાં વરસાદ-પૂરના કારણે અત્યાર સુધી 50 લોકોના મોત નિપજ્યા છે. નોંધનીય છે કે શનિવારના રોજ મેડચલ મલ્કાજગિરી જિલ્લાના સિંગાપુર ટાઉનશીપમાં 157.3 મીમી અને શહેરના ઉપ્પલની પાસેના બાંદલાગુડામાં 153 મીમી વરસાદ નોંધાયો છે, સાથે સાથે શહેરના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ

મહારાષ્ટ્ર પણ મૌસમની મારથી હાલ-બેહાલ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશલાધાર વરસાદ વરસવાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના બારમતીમાં તો વરસાદનું એવું તાંડવ જોવા મળ્યું આખો પુલ વહી ગયો, આ પૂલ તૂટવાને કારણે 15 ગામો સાથેનો સંપર્ક સંપૂર્ણ પણે તૂટી ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં પુણે, ઔરંગાબાદ અને કોંકણ સંભાગોમાં ભારે વરસાદ અને પૂરથી 48 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બીજી તરફ લાખો હેક્ટરમાં વાવેલા પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે.

READ ALSO

Related posts

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

તહેવારોમાં ડુંગળીના ભાવ વધતાં સરકારે લીધો મોટો નિર્ણય, કોમનમેન માટે રાહતના સમાચાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!