બોલિવૂડ અભિનેત્રી તારા સુતરિયાએ માલદીવમાં બોયફ્રેન્ડ આદર જૈન સાથે તેનો 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ વેકેશનની ઘણી તસવીરો સામે આવી ચૂકી છે. હવે તારાએ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં તારા બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે.

તસવીરમાં તે સફેદ બીકીનીમાં બીચ પર પોઝ આપતી નજરે પડી
તારાએ આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તસવીરમાં તે સફેદ બીકીનીમાં બીચ પર પોઝ આપતી નજરે પડી રહી છે. તેના હોટ અને ગ્લેમરસ અંદાઝને ફેન્સ અત્યંત પસંદ કરી રહ્યા છે. તારાના આ ફોટા પર યુઝરો હાર્ટ અને ફાયરના ઈમોજી શેર કરી રહ્યાં છે.
તારા અને આદરે આ વર્ષે જ તેમના સંબંધો વિષે પુષ્ટિ કરી
તારા અને આદર રજાઓ માણવા માટે માલદીવ ગયા હતા પરંતુ બંનેએ એક સાથે એક પણ તસવીર શેર કરી ન હતી. તારા અને આદરે આ વર્ષે જ તેમના સંબંધો વિષે પુષ્ટિ કરી છે. આદરે પાંચમી ઓગસ્ટે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તારાએ તેના જન્મદિવસ પ અભિનંદન આપ્યા હતા, જેના પર તેણે લખ્યું, ‘આઈ લવ યુ.’
તારા સુતારિયા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી સાથે ફિલ્મ તડપમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તારા સુતારિયા સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી સાથે ફિલ્મ તડપમાં જોવા મળશે. તે સાઉથની ફિલ્મ ‘આરએક્સ 100’ની હિન્દી રિમેક છે. આ સિવાય તે મોહિત સૂરીની ફિલ્મ ‘વિલન 2’માં પણ જોવા મળશે. જેમાં તે આદિત્ય રોય કપૂર, જ્હોન અબ્રાહમ અને દિશા પટણી સાથે સ્ક્રીન શેર કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….