GSTV
Home » News » તારા સુતારિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો, બોલિવૂડના ક્યૂટ બેબી સાથે થઈ તુલના

તારા સુતારિયાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો, બોલિવૂડના ક્યૂટ બેબી સાથે થઈ તુલના

ફિલ્મ સ્ટુડેન્ટ ઓફ ધ ઈયર 2થી પોતાના કરિયરની શરૂઆત કરનારી તારા સુતરિયા પોતાની છાપ છોડવામાં કામયાબ રહી છે. જોકે આ પહેલાં પણ એન્ટરટેનમેન્ટ ઈંડસ્ટ્રીથી જોડાયેલી જોવા મળી છે અને તેણે વીજે તરીકે કામ કર્યું છે. તારાને કરણ જોહરની ફિલ્મમાં ઘણી નોટિસ કરવામાં આવી હતી.

પરંતુ તેના તાજેતરમાં પોસ્ટ કરેલા ફોટાએ બોલિવૂડમાં તેને ઘણી લોકપ્રિય બનાવી દીધી છે. તેની તુલના બોલિવૂડના ક્યૂટ બેબી સાથે કરવામાં આવી રહી છે. તાજેતરમાં તારા તેના બાળપણનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં તે ઘણી ક્યૂટ લાગી રહી છે.

View this post on Instagram

Cub/Pup

A post shared by TARA? (@tarasutaria) on

અને તેમાં ખાસ વાત તો એ છે કે તેની તુલના તૈમૂર અલી ખાન સાથે કરવામાં આવી રહી છે. કેટલાક ફેન્સે તેને છોટા તૈમૂર અલી ખાન કહી હતી, તો ઘણા લોકોએ તેને કહ્યું કે નાનપણમાં તારા કરીના કપૂર ખાનના દીકરા તૈમૂર જેવી દેખાઈ રહી છે. તારા સુતારિયા હવે તેલુગુ ફિલ્મ આરએક્સ 100ની ઓફિસિયલ રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મસૂરીમાં ઓક્ટોબરમાં જોવા મળશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે આરએક્સ 100ને લઈ ઘણી ઉત્સાહિત છે. હું આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં મસૂરીમાં શરૂ કરીશ.

આ ફિલ્મમાં તારા સાથે સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી જોવા મળશે. આ ફિલ્મથી અહાન તેના કરિયરની શરૂઆત કરી રહ્યો છે. તારા એ ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સ સાથે મરજાવાં ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષે 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

Read Also

Related posts

રીક્ષામાથી બાળકી પટકાતા મોત, ચાલકે ટાયર ચડાવી દીધુ હતું પથ્થર પર

Nilesh Jethva

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!