GSTV

તડપ/ ફિલ્મના પ્રમોશન માટે અહાન શેટ્ટી અને તારા સુતરિયા ગુજરાત પહોંચ્યા, ગુજરાતી થાળીનો આનંદ માણી ખુશ થઈ ગયાં

Last Updated on November 28, 2021 by Pravin Makwana

એક્ટર અહાન શેટ્ટી અને એક્ટ્રેસ તારા સુતરિયા હાલ પોતાની આગામી ફિલ્મ તડપને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલા છે. જેને લઈને બંને અલગ અલગ શહેરોમાં જઈને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક સાથે ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો. જેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ગુજરાતમાં પ્રમોશન દરમિયાન તારા સુતરિયા અને અહાન શેટ્ટીએ અમદાવાદમાં ગુજરાતી થાળીનો આનંદ માણ્યો હતો. સામે આવેલી તસ્વીરોમાં આપ જોઈ શકો છો કે, એક ટેબલ બેસીને જમવાનું જમી રહ્યા છે. તેમની થાળીમાં કેટલાય પ્રકારના પકવાનો રાખેલા છે. આ તસ્વીરમાં બંને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ફેન્સને પણ આ તસ્વીર ખૂબ ગમી છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં જ તારા અને અહામ પ્રમોશન માટે વારાણસી પહોંચ્યા હતા. જ્યાં બંને એક સાથે ગંગા આરતી કરતા દેખાયા હતા.

વર્કફ્રંટ પર મિલન લુથરિયાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ તડપ એક રોમેન્ટીક એક્શન ફિલ્મ છે. જેમાં અહાન શેટ્ટી અને તારા સુતરિયા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ આગામી મહિને 3 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!