GSTV

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા / ટપ્પુ અને બબીતાજી એકબીજાના હાથોમાં હાથ નાંખી જોવા મળ્યા, ફરી બંનેના અફેરની ચર્ચા

Last Updated on October 23, 2021 by Zainul Ansari

ટચૂકડા પડદાનો સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ છેલ્લા કેટલાક વર્ષોથી TRP મામલે ટોપ 3માં સામેલ છે. આ શોને 13 વર્ષ થઈ ગયા છે. શોના પાત્રો પણ લોકોના ખૂબ જ દિલ નજીક છે. ઘણી વખત તે પોપ્યુલરિટી શોના કલાકારોને સ્ટારડમ આપે છે, તો ઘણી વખત તેના નુકશાન પણ સામે આવે છે. શોના મુખ્ય પાત્રમાંથી એક બબીતા જી અને ટપ્પુના રિયલ લાઇફ અફેર હાલ ચર્ચામાં છે. હવે બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

This image has an empty alt attribute; its file name is BVCVCXXV-1024x683.jpg

એક-બીજાનો હાથ પકડી નજરે પડ્યા બબીતા અને ટપ્પુ

શોમાં બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર રાજ ઉનાદકત ભજવે છે. બંને જુદી-જુદી પેઢીના હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ જ્યારે બંનેના અફેરના સમાચાર સામે આવ્યા તો લોકો તેને પચાવી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર બંનેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા. આ કડીમાં બંનેની એક ફોટો વાયરલ થઈ રહી છે, જેમા બંને ખૂબ જ નજીક દેખાઇ રહ્યા છે. તસવીરમાં બંને એકબીજાના હાથમાં હાથ નાખી ઉભા છે.

બંનેએ અફેરની ચર્ચાને ફગાવી હતી

ઉલ્લેખનીય છે કે જ્યારે બંને કલાકારોને અફેરના સમાચાર વાયરલ થયા ત્યારે મુનમુન દત્તાએ તેના અંગત જીવન પર પ્રશ્ન ઉઠાવનાર લોકોને ફટકાર લગાવી હતી. બંને આ સમાચારને અફવા ગણાવી ચુક્યા છે.

This image has an empty alt attribute; its file name is MUNMNUN-DATTA-1024x683.jpg

9 વર્ષની ઉંમરનું અંતર

રાજ અને મુનમુન વચ્ચે 9 વર્ષનું અંતર છે. મુનમુન દત્તા રાજથી 9 વર્ષ મોટી છે. બાય ધ વે, અત્યાર સુધી આ સમાચાર પર મુનમુન કે રાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ ચાહકો હવે તેમના સંબંધોનું સત્ય જાણવા માટે ઉત્સાહિત છે.

Read Also

Related posts

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!