‘મત આપવા માગતો હતો, તેથી લગ્નનો સમય બદલ્યો’, યુવકે મતદાન માટે મહારાષ્ટ્રમાં લગ્ન મુલતવી રાખ્યા. ગુજરાતની ચૂંટણીમાં મતદાનનો ઉત્સાહ લોકોનું માથું ઉંચુ કરી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓની સાથે સેલિબ્રિટી અને સામાન્ય લોકો પણ મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. દરમિયાન તાપીના એક મતદાન મથક પર અનોખો નજારો જોવા મળ્યો હતો.

અહીં એક વ્યક્તિ લગ્નની શેરવાની પહેરીને મતદાન કરવા ગયો હતો. આવા અનેક દ્રશ્યો અગાઉ ચૂંટણી દરમિયાન જોવા મળ્યા છે. પરંતુ આ યુવક પોતાના લગ્નને લઈને મતદાનને મહત્વ આપી મતદાન કરવા આવ્યો હતો.
મતદાન માટે આટલી ઉત્સુકતા દર્શાવનાર વ્યક્તિનું નામ પ્રફુલ્લ મોરે છે. તેમના લગ્નનો સમય નક્કી હોવા છતાં તેઓ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે પ્રફુલ્લના લગ્ન મહારાષ્ટ્રમાં થવાના છે.

આ અંગે પ્રફુલ્લે જણાવ્યું હતું કે, “હું દરેકને મતદાન કરવા અપીલ કરું છું. તમારા મતનો બગાડ ન કરો. મારા લગ્ન આજે સવારે થવાના હતા, પરંતુ મેં સમય બદલી સાંજનો ટાઇમ કરાવી નાંખ્યો. મારે મારા લગ્ન માટે હવે મહારાષ્ટ્ર જવાનું છે.”
READ ALSO
- રાજકોટ / ગટર સફાઈ દરમિયાન ઝેરી ગેસને કારણે મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’