GSTV
Home » News » તાપીના આ ગામના લોકોએ જે કર્યું તે તમામ લોકો કરશે તો પાણીની અછત કોઈ દિવસ નહીં વર્તાય

તાપીના આ ગામના લોકોએ જે કર્યું તે તમામ લોકો કરશે તો પાણીની અછત કોઈ દિવસ નહીં વર્તાય

દિન પ્રતિદિન પાણી ની સમસ્યા વકરી રહી છે. ત્યારે પાણી ને યેનકેન પ્રકારે સંગ્રહિત કરી તેનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો એ એકમાત્ર વિકલ્પ બચ્યો છે. જેને બખૂબી સમજીને આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના એક નાનકડા ગામે કરી બતાવ્યું છે.

ગ્લોબલ વોર્મિંગ અને ઓછો વરસાદ પડવાના કારણે પાણીની સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે. જેના પરિણામે ખેતીનો પણ મોટો ફટકો પડે છે. પણ સમસ્યામાં પણ સમાધાન શોધી લે તેવું ઉદાહરણ તાપી જિલ્લામાં જોવા મળ્યું છે. જેમણે પાણીનો સંગ્રહ કરી કૂવાને રિચાર્જ કરવાની એક નવતર પદ્ધતિ ઉપયોગમાં લીધી છે.

દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા તાપી જિલ્લાના બુહારી ગામ પંચાયતના સભ્યોએ ભેગા મળીને દિનપ્રતિદિન વકરતી જતી પાણીની સમસ્યા સામે ઝઝૂમવા માટે એક નક્કર પ્રયોગ હાથ ધર્યો છે. ગામના લોકોનો પાણી પહોંચાડતી ઓવરહેડ ટાંકી નીચે એક નાનકડી ટાંકી બનાવી તેની આસપાસના જળ સ્રોતોને ચોમાસામાં રિચાર્જ કરવાની કામગીરીની શરૂઆત કરી છે. જેમાં સફળતા મળ્યા બાદ ગામના અન્ય બોરકુવાઓ પર તેનો પ્રયોગ હાથ ધરાશે.

જમીનમાં પાણી ઓછું થઈ રહ્યું છે. જેના કારણે કુવા અને બોરના પાણી પણ નીચે જઈ રહ્યા છે. સાથે વધતી જતી પાણી ની સમસ્યાને જોઈ ને આવનાર સમયમાં પાણી મળી રહે તે માટે હવે રીચાર્જ કરવું જરૂરી બની ગયું છે. અને આ વસ્તુ માત્ર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા જ શક્ય છે. જેમાં વરસાદના પાણીને સંગ્રહ કરી તેને પુનઃ જમીનમાં મોકલી દેવાથી પાણી સ્તર ઉપર આવશે.

ભવિષ્યમાં બુહારી ગામમાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે યુવા ઉપસરપંચ દ્વારા ગામમાં પાણી સંગ્રહ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શરૂઆતમાં એક જગ્યા બાદ ગામમાં 32 જગ્યાએ આ પ્રકાર ની કામગીરી કરવામાં આવશે. યુવાનોની આ કામગીરીથી અન્ય ગામો અને નગરો પણ પ્રેરાઈ ને પ્રેરણા લે એ જરૂરી છે.

READ ALSO

Related posts

Jioએ TRAIને જણાવી PM મોદીની ડિઝિટલ ક્રાંતિની વિરૂદ્ધ

Kaushik Bavishi

સોશ્યલ મિડીયા પર લગાવ્યો ટેક્સ તો ગુસ્સામાં આ દેશનાં લોકો એ કર્યું એવું કે…

pratik shah

હાઉસફુલ 4 ખતરનાક લુકમાં નજરે આવ્યા સ્ટાર રાણા દગ્ગુબાતી, અક્ષયે શેર કર્યું મોશન પોસ્ટર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!