GSTV
Home » News » તાપીઃ વ્યારામાં આવેલું પદમડુંગરી સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જામી પ્રવાસીઓની ભીડ

તાપીઃ વ્યારામાં આવેલું પદમડુંગરી સહેલાણીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર, જામી પ્રવાસીઓની ભીડ

કુદરતના ખોળામાં વસેલુ તાપી જિલ્લાના વ્યારામાં આવેલું પદમડુંગરી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઈકો ટુરિઝમ પોઈન્ટ એવા પદમડુંગરીમાં હાલ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે..

પૂર્ણ નદી તટે કુદરતના ખોળે વસેલા ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામે ઇકોટુરીઝમ સહેલાણીઓનું ફરવા માટેનું એક ઉત્તમ સ્થળ છેલ્લા એક દાયકાથી બની રહ્યું છે. અહીં આવીને લોકોને કોઈ અલગ અનુભૂતિનો અહેસાસ કરે છે. નદીમાંથી ખળખળ વહી રહેલા ઝરણામાં લોકો ન્હાવાનો આનંદ લેવાનું ચુકતા નથી. અહીં સ્થાનિકો ઉપરાંત રાજ્યના અનેક સહેલાણીઓ મુલાકતે લે છે. તો મહારાષ્ટ્ર નજીક પડતું હોવાથી ત્યાંના સહેલાણીઓ પણ અહીં કુદરતની મજા માણવા આવે છે.

ચાલુ વર્ષે દિવાળી વેકેશન દરમ્યાન 50 હજારથી વધુ પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે. જેને કારણે સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. તો બાળકો અને યુવાઓ માટે એડવેન્ચર સાથે મનોરંજનની પણ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.. 

તાપી જિલ્લામાં 33 ટકા વિસ્તારમાં જંગલ છે. આ જંગલોમાં કિંમતી વૃક્ષોની સાથે નિતનવા પશુ પક્ષીઓ પણ વસવાટ કરે છે. નદી-નાળા અને ડુંગરોની હારમાળા વચ્ચે આવેલું પદમડુંગરી ઇકોટુરીઝમ લોકોમાં વધુ એક હરવાફરવાનું સ્થળ બન્યું છે.

WATCH ALSO 

Related posts

562 રજવાડાના એકત્રીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતના આ રાજાને ભારતરત્ન આપવાની માંગ

Nilesh Jethva

ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે ખુશખબર, ફેબ્રુઆરીથી ખુલી જશે હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા

Nilesh Jethva

અમદાવાદની છ યુવતીઓ ઓલ ઇન્ડિયા રેન્કમાં મોખરાના સ્થાને, કંપની સેક્રેટરી ફાઉન્ડેશન કોર્સનું રિઝલ્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!