GSTV

તાપીમાં મેઘમહેર, નદીઓ બે કાંઠે થતા 300 મીટરનો રસ્તો ધોવાયો

લાંબા વિરામ બાદ તાપી-સોનગઢમા ફરી એક વખત મેઘારાજાનું આગમન થયુ છે. જેથી ખેડૂતો ખુશ ખુશાલ થયા. સોનગઢના અંતરિયાળ વિસ્તારમાંથી વહેલ મલનગ દેની ગીરા નદી બંને કાંઠે વહી રહી છે. તાપીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદ પર નજર કરીએ તો વાલોડમાં 117 મિમી, વ્યારામાં 80 મિમી, ઉચ્છલમાં 65 મિમી, નિઝરમાં 74 મિમી, કુકરમુંડામાં 101 મિમી અને ડોલવણમાં 117 મિમી વરસાદ વરસ્યો છે. ગીરા નદીના પાણી રોડ ફરી વળતા 300 મીટર જેટલો રસ્તો ધોવાયો.

ઉપરવાસ અને તાપીમાં પડેલા ભારે વરસાદથી બાજીપુરા વિસ્તારની મીંઢોળા નદીમાં પણ પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. મીંઢોળા નદી બંને કાંઠે વહી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

 

 

Related posts

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!