તાપી જિલ્લા આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામે રહેતા યુવકન કોઈપણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોરોનોનો રિપોર્ટ પોઝિટિવ આપી દેવામાં આવ્યો. સોનગઢ તાલુકામાં કુલ 9 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાહેર કર્યું હતું. આ યાદીમાં છઠ્ઠા નંબરે મોટી ખેરવાણ ગામના 20 વર્ષીય યુવકનું નામ પણ દર્શાવવામાં આવ્યું હતુ.
આ મામલે યુવકના પિતાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પોતાની ફરિયાદ રજૂ કરી. ત્યારે સમગ્ર ઘટના બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ અંગે તપાસ શરૂ કરી હતી. આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસરે મીડિયા આરોગ્ય વિભાગની ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી. જો કે સોનગઢ આરોગ્ય વિભાગ સામે ઉચ્ચ અધિકારીઓ શુ પગલાં ભરે છે એ જોવું રહ્યું.
READ ALSO
- મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે
- ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન
- મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ
- પીઠ પર નીકળેલ ફોડલીથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ
- હવે લાગી આવ્યું/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનની બતાવી પોતાની ભૂલ : આ ન શીખી શકવાનું છે મોટું દુઃખ, એમ થયું કે અહીં રહી ગયો