GSTV

લાંચિયા અધિકારી/ આ જિલ્લાના શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા,એસીબીએ ગોઠવેલા છટકાની ગંધ આવી જતાં પૈસા લીધા વિના ભાગી ગયા

લાંચ

તાપી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.પટેલ અને ક્લાર્ક રવિ પટેલની ધરપકડ કરી છે.શિક્ષણાધિકારીએ આચાર્ય ફરિયાદીની શાળાને આપેલી નોટિસ દફતરે કરવા 10 લાખની લાંચ માંગી હતી.લાંચ માંગનાર શિક્ષણાધિકારી અને લાંચ લેવા આવનાર કલાર્ક વિરુદ્ધ ગુનો નોંધી એસીબીએ તપાસ હાથ ધરી હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ ભરતકુમાર પટેલે શાળાની માન્યતા ચાલુ રાખવા લાંચ માગી હતી.

અધિકારીને એસીબીના છટકાની ગંધ આવી ગઇ

વ્યારાના વીરપુર ગામમાં ખાતે આવેલી વિદ્યાકુંજ શાળાની માન્યતા રદ ન કરવા લાંચ માગી હતી. ત્યારે અરજદારની ફરિયાદને આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતુ. જોકે લાંચિયા અધિકારી ભરત પટેલને એસીબીએ ગોઠવેલા છટકાની ગંધ આવી જતાં તેઓ પૈસા લીધા વિના ભાગી ગયા. જોકે તેઓ એસીબીના સકંજામાં આવી ગયા.ટેલિફોનિક અને વીડિયોના પુરાવાના આધારે તાપી એસીબીએ લાંચિયા શિક્ષણ અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

દારૂબંધી/ મોડી રાત્રે કોન્સ્ટેબલને દારૂ પીને દાદાગીરી કરવી ભારે પડી, ટોળાએ દોડાવી દોડાવીને અધમુઓ કરી નાંખ્યો

Karan

કરજણ બેઠક/ ચૂંટણી પંચે તૈયારીઓ કરી શરૂ, તમામ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત અને પારદર્શક રહેશે

Pravin Makwana

સ્માર્ટ સીટીના સ્માર્ટ અધિકારીઓની હકીકત / ચેકીંગમાં જતા અધિકારીઓને એ જ નથી ખબર કે દંડ કરવો કે સીલ કરવું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!