GSTV

શ્રેય હોસ્પિટલની દુર્ઘટના બાદ શહેરની આ હોસ્પિટલની સામે આવી ઘોર બેદરકારી, ફાયર સેફ્ટીને લઈને થયો મોટો ખુલાસો

શ્રેય હોસ્પિટલમાં આગની ગોઝારી ઘટના બાદ મનપાએ શહેરની વિવિધ કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે આનંદનગર વોર્ડમાં આવેલી તપન હોસ્પિટલમાં પણ ચકાસણી હાથ ધરી. આ દરમ્યાન તપન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. તપન હોસ્પિટલમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો. વળી જે સાધનો છે તે પણ એક્સપાયરી ડેટના છે. હોસ્પિટલના વાયરિંગ પણ ગમે ત્યારે શોર્ટ સર્કિટ થઇ શકે તેવી હાલતમાં છે.

જો કે હોસ્પિટલમાં તપાસના નામે તરકટ ચાલતું હોય તેમ ફલિત થઇ રહ્યું છે. કેમકે ખુદ ફાયરના અધિકારીઓ દ્વારા જ હોસ્પિટલને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ફાયરના સાધનો અને એનઓસીની એક્સપાયરી ડેટ વીતી ગઇ હોવા છતાં ફાયર વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. ફાયર ટીમ ખાનગી હોસ્પિટલ પાસે અરજી કરાવી ફરી એનઓસી મેળવવાનું સૂચન કરી સંતોષ માની રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો તપન હોસ્પિટલમાં પણ શ્રેય હોસ્પિટલ જેવી ગોઝારી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!