GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

‘મગજની પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લે’, રાખીને તનુશ્રીનો સણસણતો જવાબ

બૉલીવુડ અભિનેતા નાના પાટેકર અને તનુશ્રી દત્તાની વચ્ચે શરૂ થયેલાજૂના વિવાદમાં રાખી સાવંત હવે વચ્ચે આવી ગઈ છે. પહેલાં તો તેણે તનુશ્રીને ઘણું બધુકહી દીધું પરંતુ હવે આરોપ લગાવ્યો છે કે તનુશ્રી ખોટું બોલી રહી છે. તે બૉલીવુનેબદનામ કરવાની કોશિશ કરી રહી છે. હવે રાખી સાવંતે ફરી એક વાર તનુશ્રી પર ગંભીર આરોપલગાવ્યો છે. તેવામાં તનુશ્રીએ રાખીને સણસણતો જવાબ આપ્યો છે. અત્યાર સુધી રાખીએ તનુશ્રીનેઅસંસ્કારી અને વિકૃત મહિલા કહી હતી. તેનાં જવાબમાં તનુશ્રીએ તેનાં વિશે ખુબ મોટુનિવેદન આપ્યુ છે.

તનુશ્રીએ રાખી વિશેનાં સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘મારા માતા પિતાએ હમેશા મને કહ્યું છે કે, તુ તારા મિત્રો ઘણી જ ચિવટથી પસંદ કરશે. અને હું તેમની આ સલાહ પર જ ચાલી છે. હું અમુક લોકોથી હમેશાં દૂર રહી છું જેઓ મારા માટે સારા નથી તેથી આવા ઘણી જ ધૃણાસ્પદ છે જ્યારે અસંસ્કરી, અભણ, ગંદા, ડાઉન માર્કેટ, ક્લાસલેસ, કેરેક્ટર લેસ, વિકૃત, હલકી કક્ષાનાં, અપમાન જનક જેવા કે રાખી સાંવત એવી વાત કરતાં હોય કે તે મારા મિત્ર છે. ‘

હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાખી સાવંતે તનુશ્રીને હોમોસેક્સુઅલ કહી હતી. અને કહ્યું હતું કે તનુશ્રી અંદરથી એક યુવક છે અને તેણે ઘણી વખત રાખીનો રેપ કર્યો છે.

તનુશ્રીએ પોતાને હોમોસેક્સુઅલ કહવે બાદલ રાખીનો ઉધડો લીધો હતો અને કહ્યું હતુ કે, ‘મે મારુ માથુ મુંડન કરાવ્યું એટલે તે મને હોમો સેક્સુઅલ કહે છે. હિન્દુ અને બુદ્ધિસ્ટ ટ્રેડિશન પ્રમાણે, જ્યારે કોઇ વ્યક્તિને દિક્ષા લેવાની હોય કે પછી તે યોગીક સાધના તરફ વળતુ હોય તો તેની ઓળખને ભુલાવવા અને ભુસવા માટે તેનાં વાળ ઉતારવામાં આવે છે. તેની તમામ એશો આરામની વસ્તુનો ત્યાગ કરાવવામાં આવે છે. ‘

તનુશ્રીએ ઉમેર્યુ કે, મારા મુંડનને હોમો સેક્સુઅલ સાથે સરખાવવું તે હિન્દુ રિતી રિવાજોનું ગંભીર રીતે અપમાન કરવા સમાન છે. તને શરમ આવવી જોઇએ રાખી, તુ મગજની પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લે. ‘

જણાવી દઇએ કે રાખીએ આરોપ લગાવતાં  કહ્યું હતું  કે તનુશ્રી અંદરથી એક પુરુષ છે. તેણે મારી સાથે વારંવાર બળાત્કાર કર્યો. મને રેવ પાર્ટીઓમાં લઈ જતી હતી. મારી સાથે ખોટું કરતી હતી. તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મને કહેતાં શરમ આવે છે અને દુઃખ થાય છે કે આજથી 12 વર્ષ પહેલાં મારી સાથે પણ રેપ થયો હતો. 

Related posts

ફરી એક વાર ટેસ્ટ થઈ શકે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો, બંનેની હાલત સ્થિર

Pravin Makwana

જાંબુ એક ફાયદા અનેક, આ રોગોને દૂર કરવામાં બને છે મદદરૂપ

Ankita Trada

આ દેશમાં વાંદરાઓ પાસે કરાવવામાં આવે છે આવું કામ, PETAએ કરી લાલ આંખ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!