GSTV
Home » News » યૌન શોષણના આરોપમાં ફસાયેલા સુભાષ કપૂર સાથે કામ કરશે આમિર, તનુશ્રી દત્તાએ ઉઠાવ્યા સવાલો

યૌન શોષણના આરોપમાં ફસાયેલા સુભાષ કપૂર સાથે કામ કરશે આમિર, તનુશ્રી દત્તાએ ઉઠાવ્યા સવાલો

તનુશ્રી દત્તાએ દિગ્દર્શક સુભાષ કપૂરની ફિલ્મ ‘મોગુલ’માં ફરીથી જોડાવાના આમિર ખાનના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે એક વાતચીતમાં કહ્યું, “જ્યારે કોઈ સ્ત્રી પરેશાનીનો ભોગ બને છે અને આ આઘાત અને અપમાનને કારણે તે કામ કરવામાં અસમર્થ છે, તો પછી બોલીવૂડમાં કોઈની કેમ ઉંધ હરામ નથી થતી. જો તે (આમિર) તેની (સુભાષ કપૂર) સાથે મળીને કામ કરવા તૈયાર છે, તો પછી તે મહિલા સાથે કેમ કામ નથી કરતો જે પરેશાનીનો ભોગ બનેલી છે.”

आमिर खान और तनुश्री दत्ता।

તનુશ્રીએ વધુમાં કહ્યું કે, “માત્ર મીટૂના આરોપીઓ પ્રત્યે સહાનુભૂતિ કેમ છે? પીડિત યુવતીઓ માટે પણ થોડોક દયાભાવ બતાવી દો. સહાનુભૂતિ દરેક માટે હોવી જોઈએ. જો બોલીવૂડના આટલા મોટો લોકો પસંદગીયુક્ત હોય તો તે તેમની કરુણા નથી “જ્યારે ‘હોર્ન ઓકે પ્લીઝ’ એપિસોડ પછી મારી આજીવિકા છીનવાઈ ગઈ, ત્યારે કોઈએ પૂછવાની તસ્દી લીધી નહીં કે હું કેવી રીતે જીવી રહી છું? મારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી આમિર?”

હકીકતમાં ગયા વર્ષે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવી ભારતમાં #MeToo અભિયાન શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે નાનાએ 2009મા રિલીઝ થયેલી ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ ના સેટ પર તેમને અયોગ્ય રૂપે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેણી આ ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ હતી અને ત્યાર પછી તેણે આ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. તનુશ્રીનો આરોપ હતો કે તે સમયે ફિલ્મના કોઈ પણ માણસે તેનો સાથ આપ્યો ન હતો.

સુભાષ કપૂર પર અભિનેત્રી ગીતિકા ત્યાગી દ્વારા જાતીય શોષણનો આરોપ મૂકાયો હતો, જેના કારણે આમિરે તેની સાથે ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’ કરવાની ના પાડી હતી પરંતુ હવે તેઓ ફિલ્મમાં પાછો ફર્યો છે. તે કહે છે કે તેણે સુભાષ સાથે કામ કરનારી 10-12 મહિલાઓ સાથે વાત કરી હતી અને જાણ્યું કે કોઈ પણ તેનાથી અસહજ નથી. તેણે જોયું કે બધી મહિલાઓ કપૂરની તરફેણમાં છે અને તેમની પ્રશંસા કરી રહી છે. ત્યારબાદ તેણે ‘મોગુલ’ પર પરત ફરવાનું નક્કી કર્યું.

READ ALSO

Related posts

રાતે મારી પત્ની સાથે ચેટીંગ કરે છે એસપી સાહેબ!, પીડિત પતિએ કરી DGP સમક્ષ ફરિયાદ

pratik shah

બોરીવલીમાં બસમાં બે મગર લઈ જનાર ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ

Arohi

શું રાત્રે ઉંઘ નથી આવતી!, તો હવે આ સ્માર્ટ પાયજામો તમને સારી નિંદ્રા મેળવવામાં કરશે મદદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!