ગુજરાતના છોટાઉદેપુરમાં વિધવા મહિલા પર બળાત્કારની ઘટના સામે આવી છે. પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી છે. વાસ્તવમાં સંખેડામાં રહેતું એક યુગલ મંદિરે જતું હતું. આ દરમિયાન કપલ એક તાંત્રિકના સંપર્કમાં આવ્યું અને તેમના પારિવારિક સંબંધો બની ગયા. ગયા વર્ષે મહિલાના પતિનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આમ છતાં તાંત્રિક તેના ઘરે આવતો રહ્યો.

આ દરમિયાન પીડિતાને બિલકુલ લાગ્યું નહીં કે તાંત્રિક તેને ખરાબ નજરે જોઈ રહ્યો છે. તાંત્રિકની મનસા કંઈક બીજી છે. આ વર્ષે જાન્યુઆરીમાં મહિલા કોરોનાની ઝપેટમાં આવી હતી. તાંત્રિકને આ વાતની ખબર પડતાં જ તેણે મહિલાને પોતાના ઘરે આવી જવા કહ્યું કે તું મારા ઘરના ઉપરના માળે રહેજે જેથી પરિવારના અન્ય સભ્યો કોરોનાથી સંક્રમિત ના થાય. મહિલાએ તાંત્રિકની વાત માની અને તેના ઘરે રહેવા આવી અને તાંત્રિકે તેને તેના ઘરના ઉપરના માળે ક્વોરેન્ટાઈન કરી.
તાંત્રિકે મહિલા પર બળાત્કાર કર્યો
મહિલા પોતાના ઘરે રહેવા આવતા જ તાંત્રિંકને છૂટો દોર મળી ગયો અને તકનો લાભ લઈને આરોપી તાંત્રિક મહિલાના રૂમમાં ઘુસી ગયો અને મહિલા સાથે જબરદસ્તી કરી તેની સાથે શરીર – સુખ માણ્યું. આરોપીએ મહિલાને કહ્યું કે તેના પતિનું શરીર તેની અંદર આવે છે. એમ કહીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. પરણિત હોવા છતાં તેણે લગ્ન કરવા માટે મજબૂર કરવા લાગ્યો. પીડિતાએ આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
આ મામલે પોલીસનું કહેવું છે કે આરોપી એક મંદિરમાં પૂજારી હોવા સાથે તાંત્રિક વિધિઓ પણ કરે છે. તેણે મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારબાદ પીડિતાએ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરતાં આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ
- વિશેષ બેઠક / સમાન વીજ દર મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં, સરકાર મચક નહીં આપે તો ઉગામશે આ હથિયાર
- બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત
- મોટા સમાચાર/ આ દેશમાં 26/11 જેવો હુમલો : 13 કલાકથી આતંકીઓના કબજામાં હોટલ, મોટા બિઝનેસમેન સહિત 15ના મોત
- ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર