અમદાવાદ શહેરમાંથી ચેતવણીરૂપ કિસ્સોસામે આવ્યો છે. અમદાવાદમાં એક મહિલાને સંતાન પ્રાપ્તિની લાલચ આપીને ઢોંગી તાંત્રિકે કર્યું શરમનાક કૃત્ય. મળતા અહેવાલ પ્રમાણે સંતાન પ્રાપ્તિનિ વિધિ કરવાના બહાને મહિલાનો પહેલા વિશ્વાસ જીત્યો ત્યાર બાદ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મહિલાને દાહોદના ફતેપુરા લઇ ગયો હતો. જ્યાં મહિલા પર તાંત્રિક વિધિ કરી હતી અને મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરક સંબધ બાંધ્યો હતો.

તાંત્રિક વિધિ કરીમહિલા પર આચર્યું દુષ્કર્મ
- સંતાન પ્રાપ્તિના નામે મહિલા સાથે દુષ્કર્મ
- તાંત્રિકે વિધિ કરવાનું કહી મહિલાનો વિશ્વાસ જીત્યો
- તાંત્રિક વિધિ કરીમહિલા પર આચર્યું દુષ્કર્મ
- મહિલાએ નોંધાવી પોલીસ ફરીયાદ

મહિલા સમગ્ર બનાવથી ગભરાઇ ગઈ હતી,અને તાત્કાલિક અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી હતી. ફરીયાદને આધારે પોલીસે આરોપી દિલદારમીયાની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપી તાંત્રિક મૂકેશ ગરાસીયાની પણ ધરપકડ કરી છે. આરોપીએ તાંત્રિક વિધિથી સંતાન પ્રાપ્તિ કરાવા બદલ રૂ. 2 લાખની માંગણી કરી હતી. તેમજ આરોપીની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
READ ALSO
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ