GSTV
Gujarat Government Advertisement

તારા ઘરમાં શૈતાન વાસ કહી તાંત્રિકે વીધીને બહાને બે સગી બહેનોને પીંખી નાખી, ગર્ભવતી બનતાં ફૂટયો ભાંડો

તાંત્રિક

Last Updated on November 7, 2020 by Bansari

તારા ઘરમાં શૈતાન વાસ કરી રહ્યો છે, તે તારી પુત્રીઓને સાસરે ટકાવા દેશે નહીં. આ શૈતાનને ભગાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે’ એવું કહીને ગણદેવીના એક ગામમાં રહેતા પરપ્રાંતીય શખ્સ પાસેથી રૃ. ૫૦ હજાર પડાવી વિધિના બહાને તેની બે પુત્રી પર અવાર નવાર બળાત્કાર ગુજારી તાંત્રિકે બંને સગી બેનોને ગર્ભવતી બનાવતા ચકચાર મચી છે. ગણદેવી પોલીસે નંદુરબારના હવસખોર તાંત્રિક અને તેના બે ચેલા સામે પોસ્કો, અપહરણ, બળાત્કાર અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

ગણદેવીના એક ગામમાં ઉત્તર પ્રદેશથી આવીને એક પરિવાર વર્ષોથી વસ્યો છે. ચાહ-નાસ્તાની દુકાન ચલાવતા રામપ્રકાશભાઈ (નામ બદલ્યું છે) ના પરિવારમાં પત્ની અને ચાર પુત્રી છે. જે પૈકી બે પુત્રીના લગ્ન થયા છે. તેમાંથી એક પુત્રી દિવ્યા (ઉ.વ.૨૩ નામ બદલ્યું છે) એક સંતાનની માતા છે. પરંતુ સાસરે જતી ન હોવાથી પીયરમાં જ રહે છે. જ્યારે બીજી બે પુત્રી પૈકી રીમા (ઉ.વ.૧૭ નામ બદલ્યું છે) અને એક ૧૩ વર્ષની નાની પુત્રી છે. ત્રણેક મહિના અગાઉ ચીખલી તાલુકાના માણેકપોર ગામે રહેતો સુરેશ રામસેવક પટેલ (ઉ.વ.૩૦), રામપ્રકાશની લારી પર અવારનવાર ચાહ નાસ્તો કરવા આવતો હતો. આથી તેમનો પરિચય થયો હતો.

આ રીતે તાંત્રિકના સંપર્કમાં આવી પીડિતા

પોલિટેક્નિક

દરમિયાન પરિવારની વાત કરતા રામપ્રકાશે પોતાની પરણીત પુત્રી પિયરથી સાસરે જતી ન હોવાનું દુઃખડું સુરેશ સમક્ષ રડતા તેણે રામપ્રકાશને કહ્યું કે મારી પાસે એક તાંત્રિક છે, જે તમામ સમસ્યા હલ કરે છે. આથી રામપ્રકાશ તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇક (ઉ.વ.૩૭, રહે લાખાપોર, તા. તળોદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને મળવા સુરેશ પટેલ સાથે ગયો હતો.

વિષ્ણુએ તેની વાત સાંભળ્યા બાદ કહ્યું કે ‘તારા ઘરમાં શેતાનનો વાસ છે તે તારી તમામ પુત્રીઓને સાસરે ટકવા નહીં દેશે, આ વાક્યો સાંભળી રામપ્રકાશ ડરી ગયો તેણે આમાંથી છુટકારો અપાવવા વિનવણી કરતા તાંત્રિક વિષ્ણુએ તેને કહ્યું કે આના માટે મારે અહીં તાંત્રિક વિધિ કરવી પડશે. જે માટે રૃ. ૫૦ હજારનો ખર્ચ આવશે. અને તારી પુત્રીએ એકલા અહીંયા રહીને વિધિમાં ભાગ લેવો પડશે. આથી રામપ્રકાશે વિચાર્યા વિના ઘરે જઇ વિષ્ણુના બેંક ખાતામાં રૃ. ૪૯૫૦૦ નાંખી દઇ પોતાની પરિણિત પુત્રી દિવ્યાને નંદુરબારના લાખાપોર ગામે વિષ્ણુની પાસે વિધિ માટે મુકી આવ્યો હતો.

વિધિના બહાને તાંત્રિકે વારંવાર ગુજાર્યુ દુષ્કર્મ

અજાણી જગ્યા અજાણ્યા માણસો અને ભયભીત કરતા તંત્ર મંત્રના દેખાડાથી ડરી ગયેલી દિવ્યાને વિષ્ણુએ વારંવાર પીંખી નાંખી હતી. ત્યારબાદ તેને લેવા રામપ્રકાશ વિષ્ણુ પાસે ગયો હતો ત્યારે વિષ્ણુએ તેને હજી વિધિ અધુરી છે તેને પુરી કરવા દિવ્યાને ફરીથી લઇ આવવાની સુચના આપી રવાના કર્યો હતો. શરમ અને ડરના લીધે દિવ્યાએ પોતાની સાથે થયેલી બળાત્કારની વાત કોઇને કહી નહતી. પરંતુ બીજી વખત વિધિ માટે જવાનો તેણે સાફ ઇન્કાર કરી દીધો હતો.

તેની જાણ થતાં હવસખોર વિષ્ણુએ નવો દાવ અજમાવતા રામપ્રકાશને કહ્યું કે, જો વિધિ અધુરી રહેશે તો પરિવાર માટે ઘાતક બનશે. તેને પુરી કરવી જ પડશે. દિવ્યાની જગ્યાએ તમે તેની નાની બેન રીમા પાસે પણ વિધિ પુરી કરાવી શકો છો. વિના વિચાર્યે રામપ્રકાશે પોતાની ત્રીજી પુત્રી રીમાને વિધિ પુરી કરાવવા લાખાપોર મોકલાવી હતી. ત્યાં તરૃણ વયની ગભરૃ બાળકી રીમાને પણ વિધિના બહાને નરાધમ વિષ્ણુએ વારંવાર પીંખી હતી. ત્યારબાદ પ્રેમનો ઝાંસો આપી લગ્નની લાલચ આપી કોઇને વાત નહીં કરવા જણાવ્યું હતું. દરમિયાન રીમા અને મોટી બેન દિવ્યા બંને સગીબેનો ગર્ભવતી હોવાનું જ્યારે બહાર આવ્યું ત્યારે રામપ્રકાશ અને તેનો પરિવાર સમસમી ઉઠયો હતો. દિવ્યા અને રીમાએ પોતાની વિતકકથા જણાવતા રોષે ભરાયેલા રામપ્રકાશે પોલીસ ફરિયાદની તૈયારી કરી હતી.

રીમાએ વિષ્ણુને આ વાત જણાવતા તેણે નવસારીના દરગાહ રોડ પર મહેફુઝ એપાર્ટમેન્ટમાં રહેતા અબ્દુલ રહીમ અબ્દુલ રઝાક પઠાણ (ઉ.વ.૩૦)ને મોકલાવી રીમાને તેની બાઇક પર સોનગઢ ચેકપોસ્ટ પર બોલાવી ત્યાંથી સુરેશ રામસેવક પટેલ રીમાને કારમાં નંદુરબારના લાખાપુર લઇ ગયો હતો. આ બાબતે રામપ્રકાશે ગણદેવી પોલીસમાં ફરિયાદ આપતા પીએસઆઇ પરાક્રમસિંહ કાછવાહાએ લાખાપોર ધસી જઇ રીમાને છોડાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલભેગો કર્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગુજરાત મોડલ: રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી, જર્જરીત આવાસમાં દેશમાં આટલા નંબરે આપણું ગુજરાત

Pravin Makwana

એન્ટી વાયરસ સોફ્ટવેરના સર્જકે સ્પેનની જેલમાં આપઘાત કર્યો, મેકાફી ટેક્સ ચોરીના આરોપમાં અમેરિકાથી ફરાર હતો

Damini Patel

ભાજપના કાર્યકરોમાં મોટી મૂંઝવણ: કોરોનાકાળમાં લોકોની મદદ કરવા ટાણે ઘરમાં છૂપાઈ બેઠા, ક્યા મોઢે લોકોની પાસે મત માગવા જવું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!