GSTV
Gujarat Government Advertisement

નરાધમ તાંત્રિકે મહાદેવનો વેશ ધારણ કરી દુષ્કર્મ આચર્યુ, હવસ આચરવા તરૂણીને પાર્વતીનો રોલ આપી લગ્ન કર્યા

પુત્ર

સત્તર વર્ષીય તરૃણી રીમાને પોતાની પ્રેમજાળમાં ફસાવવા હવસખોર તાંત્રિક વિષ્ણુ નાઇકે ગેમ પ્લાન રચ્યો હતો. નાદાન તરૂણીને તેણે વિશ્વાસમાં લેવા જણાવ્યું કે તારા પપ્પા ઘર માટે કેટલું કરે છે, તમારે ઘર પર શેતાનની છાયા દૂર કરવા એક વિધિ છે. જેમાં તારે દેવી પાર્વતી અને મારે મહાદેવ શંકરજી બનીને લગ્ન કરવાના છે ને પછી શેતાનને ભગાડવાનો છે.

તાંત્રિક

રીમા તેની વાતોમાં આવી જતાં તેણે રીમાને નવવધુનો શણગાર સજાવ્યો હતો અને પોતે મહાદેવનું રૃપ ધારણ કર્યું હતું. ત્યારબાદ બનાવટી લગ્ન કર્યા હતા અને હવે આપણે પતિ પત્ની છીએ એટલે સુહાગરાત કરીએ એમ કહીને રીમા પર બળાત્કાર કર્યો હતો. રીમા તેના પ્રેમની જાળમાં ફસાઇ જઈ વારંવાર દુષ્કર્મનો ભોગ બની હતી. જેમાં ૧૭ વર્ષની તરૃણી હાલમાં અઢી માસની ગર્ભવતી બની બેઠી છે. હવસખોર વિષ્ણુ નાઇક સામે બાળકોની જાતિય સતામણીનો કાયદો પોસ્કો પણ લગાડવામાં આવ્યો છે.

કપટી તાંત્રિકે કેટલીય યુવતીઓની જિંદગી બગાડી હશે ?

તાંત્રિકે

આજના ડિઝિટલ યુગમાં પણ અંધશ્રધ્ધા અને તાંત્રિક વિધિના જાળમાં ફસાયેલો સમાજ પોતાનું સર્વસ્વ ગુમાવે છે. તેનો જીવતો જાગતો દાખલો આ કિસ્સો છે. હવસખોરો મંત્ર તંત્રની જાળમાં ભલા ભોળા લોકોને ફસાવી તેમની આબરૃ સાથે ગંદી રમત રમી રહ્યા છે. છતી આંખે દિવ્યાંગ બનેલા રામપ્રકાશે પોતાની બંને પુત્રીઓની ઇજ્જત ગુમાવવાનો વારો આવ્યો છે.

હવસખોર વિષ્ણુએ રામપ્રકાશનો વિશ્વાસ સંપાદન કરવા માટે તેને અને મોટી પુત્રી દિવ્યાને લાખાપોર ગામે પોતે રૃપિયાનો વરસાદ પાડતો હોવાનો દેખાવ મોબાઇલ ફોનમાં બતાવ્યો હતો, જેમાં તે તમામ તાંત્રિકવિધિ કરી દરેકની સમસ્યા હલ કરતો હોવાનું જણાવ્યું હતું. આ હવસખોર તાંત્રિકે અડધો ડઝનથી વધુ યુવતીઓની જીંદગી સાથે રમત રમી હોવાનું કહેવાય છે. આ મુદ્દે પોલીસ ઉંડી તપાસ કરે તો આ નૌટંકીબાજ તાંત્રિકના ઘણા કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!