GSTV
Fashion & Beauty Life Trending

જ્વેલરીના વિવિધ ટ્રેન્ડ, જે તમારા તહેવારના લૂકને બનાવશે આકર્ષક

તહેવારોની સિઝન નજીકમાં છે અને ચોતરફ તહેવારોનો ઉત્સાહ જોવા મળે છે. ભારત ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાની સમૃદ્ધિ ભૂમિ છે, જ્યાં જ્વેલરી હંમેશા સુશોભનનું પ્રતીક રહી છે, જે તહેવારોની સિઝન માટે આભૂષણોના શાહી વૈભવમાં વધારો કરે છે. ભારતીય કળાના સ્વરૂપોને સમર્પિત જ્વેલરીના આ પીસો સાથે તમારા તહેવારોના લૂકની આકર્ષકતા વધારો. દરેક પીસ કલાકારની કલ્પનાનાં સુંદર કેન્વાસ પર એક સ્ટોરી બયાન કરે છે. આ દિવાળીએ શ્રેષ્ઠ સ્ટાઇલો અને જ્વેલરીના પીસો પસંદ કરો, જે ઇન્સ્ટાગ્રામ પર સુંદર ફોટોગ્રાફ માટે પરફેક્ટ છે. 

અહીં તનિષ્ક દ્વારા કેટલાંક આકર્ષક વિવિધતાસભર જ્વેલરી ટ્રેન્ડ રજૂ કરવામાં આવ્યાં છે, જે તહેવારની આ સિઝન માટે તમારી એથનિક સ્ટાઇલમાં વધારો કરી શકે છે. 

1. આધુનિક હેરલૂમ– શાહી દેખાવ ઇચ્છતાં લોકો માટે આધુનિક હેરલૂમ પીસો તહેવારના વસ્ત્રોને શાહી અને જાજરમાન વાઇબ આપે છે. દીપ અને ચમકની આ સિઝનમાં તમારી જ્વેલરીને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા દો. ચમકદાર પોલ્કી સાથે સદાબહાર ડિઝાઇનો આ પીસોને રહસ્યમય ચમક આપે છે, જે આ દિવાળી પર તમારી સ્ટાઇલ અપીલને વધારશે એ નક્કી છે. પરંપરાગત વસ્ત્રો કે ટ્રેન્ડી ઇન્ડો-વેસ્ટર્ન વસ્ત્રો સાથે આ સુંદર હેરલૂમ નેકપીસ સ્વર્ગમાં બનેલી જોડી માટે છે. 

2. અતિ આકર્ષક; પેસ્ટલ કલર્સ – રંગો આપણી ભાવના કે લાગણીને સંપૂર્ણપણે બદલી નાંખે છે અને પેસ્ટલ કલર્સ જ્વેલરીના ટ્રેન્ડ્સમાં નોંધપાત્ર રીતે ફરી જોવા મળે છે. અમે એને આનંદદાયક જ્વેલરીઓનો ઉદય કહીએ છીએ. બ્લશ પિન્ક (લાલાશ પડતો ગુલાબી), ક્રીમ, મિન્ટી ગ્રીન અને કેન્ડી કલર્સ આ સિઝનમાં ટ્રેન્ડ બન્યાં છે. પેસ્ટલ કલર ધરાવતી જ્વેલરી તેને ધારણ કરનાર તમામને સકારાત્મક વાઇબ આપશે એ નક્કી છે. નવી પેલેટમાં આ સુંદર જ્વેલરી પીસો તહેવારોની જાદુઈ અસર પ્રેરિત કરે છે. આ વિવિધતાસભર છે અને બ્રન્ચ પાર્ટીઓ કે ઇવનિંગ સંમેલન માટે સ્ટાઇલિશ બની શકશે. 

3. આકર્ષક મીનાકારી – તહેવાર પર તમારા વાઇબ્રન્ટ વસ્ત્રને અનુકૂળ ચટાકેદાર કલર માટે મીનાકારી ધરાવતા આ નેકપીસ આધુનિક આકર્ષકતાની છાંટ સાથે શાહી દેખાવ તરીકે સંપૂર્ણપણે હિટ છે. મીનાકારીએ લાંબી અને રસપ્રદ સફર ખેડી છે તથા જ્વેલરીના સદાબહાર ટ્રેન્ડ તરીકે અહીં જળવાઈ રહેશે એ નક્કી છે. બ્લૂ અને પિંક (વાદળી અને ગુલાબી) કલરનો કોન્ટ્રાસ્ટ ફૂલોની ડિઝાઇનની જીવતંત જાળવે છે અને ગ્લાસ, પેઇન્ટિંગ તથા ચટાઈ જેવી મીનાકારીના ટેકનિકોનો બારીક સમન્વય ટ્રેન્ડી છતાં ક્લાસિક ટચ આપે છે, જે એને તહેવારની સિઝનમાં કોઈ પણ પ્રસંગે પહેરવા માટે આદર્શ જ્વેલરી પીસ બનાવે છે. 

4. ફેશનમાં મોતીઓનું પુનરામગન – મોતીઓનું ફેશનમાં પુનરાગમન થયું છે અને તેમની ચમકનો સમય પરત ફર્યો છે. પર્લ પિરોઈ શાહી આકર્ષકતાની પોતાની આગવી જૂની દુનિયા ધરાવે છે તથા રંગીન રત્નો અને મીનાકારીની આધુનિકતા સાથે આ આધુનિક સિલહૂટ તમને વિવિધ રીતે અને સ્ટાઇલમાં ધારણ કરવાની સુવિધા આપે છે. મોતીઓ હંમેશા સદાબહાર છે અને કોઈ પણ મહિલાને જાજરમાન બનાવવા આદર્શ છે. 

5. ફ્લાવર મોટિફ –ચોમાસુ પૂર્ણ થવાની નજીક હોવાથી અને શિયાળો નજીક હોવાથી તહેવારોની સિઝન ફૂલોની પેટર્ન્સની સુંદરતા માણવાનો અને પાનખર (શરદ) ઋતુને એની સંપૂર્ણ કળા સાથે આવકારવાનો આદર્શ સમય છે. પ્રકૃતિની સુંદરતા ફૂલોથી જીવંત થઈ જાય છે તથા તમે પસંદ કરેલા કોઈ પણ પ્રકારના વસ્ત્રો પર સ્ટાઇલ અને આકર્ષકતાના સ્તરોમાં વધારો કરશે. બ્લૂ અને પિન્ક (વાદળી અને ગુલાબી) રંગોનો કોન્ટ્રાસ્ટ ફૂલોની ડિઝાઇનોની જીવંતતા જાળવે છે, જેમ કે શાંત તળાવમાં ખીલેલું કમળ. ઉપરાંત ફૂલોની છાપ વિવિધતાસભર છે અને ભારતીય વસ્ત્રો તેમજ આધુનિક વસ્ત્રો સાથે શોભી ઉઠશે એ સુનિશ્ચિત છે. 

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi
GSTV