GSTV
Bollywood Entertainment Trending

બોલીવૂડ એક્ટ્રેસ કાજોલની બહેન કોરોનાથી સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

એક્ટ્રેસ

બોલીવૂડ એક્ટ્રેસ અને કાજોલની બહેન તનિષા મુખરજી કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે.

સંખ્યાબંધ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલી તનિષાએ સોશિયલ મીડિયા પર પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું કોવિડ પોઝિટિવ છું અને હાલમાં આઈસોલેશનમાં છું.

સ્ટારકિડ

છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડથી દુર તનિષાએ 2003માં બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ.એ પછી તે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હિટ ફિલ્મ સરકારમાં પણ નજરે પડી હતી.એ બાદ નિલ એન્ડ નિક્કી, ટેંગો ચાલ્રી જેવી ફિલ્મોમાં દેખાઈ હતી.

નાના પરદા પર તે રિયાલીટી શો બિગ બોસની સાતમી સિઝનમાં નજરે પડી હતી અને ફર્સ્ટ રનર અપ ણ બની હતી.તે અન્ય એક રિલાયલિટી શો ખતરો કે ખિલાડીની ફાઈનલમાં પણ પહોંચી હતી.

Read Also

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV