GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

તાનાજીનાં ટ્રેલર લોન્ચમાં નહી પહોંચી અભિનેત્રી કાજોલ, રોહિત શેટ્ટી એ આપ્યું આ કારણ

બોલીવુડનાં ફિલ્મ સ્ટાર અજય દેવગન અને સૈફ અલી ખાન સ્ટારર બહુચર્ચિત ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરનું ટ્રેલર મંગળવારે રિલિઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચમાં ફિલ્મ સાથે જોડાયેલા લગભગ તમામ સ્ટાર્સ શામેલ થયા હતાં. પરંતુ આ ફિલ્મમાં સાવિત્રીબાઈની ભૂમિકા અદા કરનાર અભિનેત્રી કાજોલ ક્યાંય નજરે આવી નહોતી.

ઉલ્લેખનીય છે કે કાજોલ લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં અજય દેવગન સાથે નજરે પડી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન તાનાજી મલુસરેની ભૂમિકામાં ભજવી રહ્યા છે. અને સૈફ અલી ખાન ઉદય ભાનનાં રોલમાં છે. ફિલ્મનાં ટ્રેલર લોન્ચમાં અજય દેવગન, સૈફ અલી ખાન, શરદ કેલકર અને અન્ય કલાકારોની હાજરીની સાથે કાજોલની ગેર હાજરી અનેક સવાલ ઉભા કરે છે.

ટ્રેલરમાં અનાવેલી કરવા પહોંચેલા રોહિત શેટ્ટી એ જણાવ્યું કે કાજોલ ફિલ્મમા એક મહત્વનો રોલ કરી રહી છે. તે અહીંયા હાજરી આપવ આવવાની હતી પરંતુ તે હાલ સિંગાપુરમાં છે.

તે કારણોસર આવી શકી નહી. તેમને એક મિટીંગમાં અચાનક જવું પડ્યું હતું. કારણકે ન્યાસા ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. અને સ્કૂલની આ મિટિંગમાં કોઈપણ એક પેરન્ટનું હાજર રહેવું જરૂરી હતું. તેથી અભિનેત્રીને ત્યાં જવું પડ્યું હતું. આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!