બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની વેબ સીરિઝ ‘તાંડવ’ રીલિઝ થવાની સાથે જ વિવાદોમાં જોવા મળી રહી છે. મુંબઈથી લઈ પ્રયાગરાજ સુધી વેબ સીરિઝનો વિરોધ થઈ રહ્યો છે. વેબસીરિઝમાં હિંદૂ દેવી-દેવતાઓનું અપમાન કરાયું હોવાના કારણે સાધુ-સંતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સીરિઝમાં ભગવાન રામ અને ભગવાન શિવની ઠેકડી ઉડાડી હોવાને અંગે સંતોએ ગુસ્સો વ્યક્ત કરતા તાત્કાલિક વેબ સીરિઝ પર પ્રતિબંધ લાદવાની માંગ સેન્સર બોર્ડ સમક્ષ કરી છે.

પ્રયાગરાજ આવેલા સન્યાષી પરિષદના સ્વામી મહેશાશ્રમ મહારાજે કહ્યું કે,‘હિંદૂ દેવી-દેવતાઓ વિરુદ્ધ અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરવો અને તેમને અપમાનિત કરનાર લોકોને આકરી સજા ફટકારવી જોઈએ. મુંબઈમાં શિવસેનાના નેતૃત્ત્વવાળી ઉદ્ધવ સરકાર કોઈ કડક પગલા નહીં ભરે તો વારંવાર હિંદૂ ધર્મ પર કરાતા હુમલાનો સામનો કરવા માટે સાધુ-સંતોએ આગળ આવવું પડશે. બોલિવૂડમાં એક ખાસ ધર્મના લોકોના વર્ચસ્વના કારણે હિંદૂ દેવી-દેવતાઓને વારંવાર અપમાનિત કરવામા આવે છે.’

તેમણે આગળ જણાવ્યું કે,‘આવી ઘટનાઓને સાધુ સંત અને સનાતન સમાજ ચલાવી લેશે નહીં.’ આ સાથે શિવ યોગી મૌની મહારાજે પોતાની શિવિરમાં બુદ્ધિ શુદ્ધિ હવનનું આયોજન કર્યું હતું. તેમણે પ્રાર્થના કરી કે, ભગવાન આવી ગંદી માનસિકતા ધરાવતા પ્રોડ્યૂસર-ડિરેક્ટર્સને સદબુદ્ધિ આપે. જે પણ હવે આવું કામ કરે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ સરકાર જો આવી વેબસીરિઝ પર પ્રતિબંધ નહીં લગાવે તો સાધુ સંતો આંદોલન કરશે અને જરૂર પડશે તો મુંબઈમાં ધામા નાંખશે.
READ ALSO
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન
- IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો
- ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર
- સલાહ/ આકર્ષક ફિગર જોઈએ તો કરીના કપૂરના આ વેટ લોસ સીક્રેટને કરો ટ્રાય, ઝીરો ફિગરના માલિક બની જશો
- બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ