આમ તો ઝીલ પોતાની સુંદરતા અને સુકૂન આપવા માટે લગભગ બધાને ગમતી હોય છે. પરંતુ દુનિયામાં અનેક રહસ્યમય ઝીલ છે. ઉત્તરી તંઝાનિયાની નેટ્રોન ઝીલ આ સૂચીમાં સૌથી ઉપર છે. કહેવામાં આવે છે કે આ ઝીલના પાણીને જે પણ અડે છે તે પત્થરનું બની જાય છે. ઝીલના આસપાસ એવા અનેક જાનવરો, પક્ષીઓની પત્થરની મૂર્તિઓ દેખાઈ છે. જેમની પાંખો પણ પત્થરની છે. તો શું હકીકતમાં આ ઝીલમાં કોઈ અલૌકિક શક્તિ છે. જે બધાને પત્થરના બનાવી દે છે.

તંઝાનિયાના અરુષા વિસ્તારમાં બનેલી આ ઝીલના દૂર દૂર સુધી કોઈ રહેણાક નથી. આસપાસ પત્થરના જાનવર અને મૂર્તિઓ પડેલી છે. જેને જોઈને ઝીલ જાદુઈ હોવાની વાત સાચી લાગે છે. જો કે એવું નથી. આ બધુ ઝીલના રાસાયણીક પાણીના કારણે થાય છે. હકિકતમાં નેટ્રોન એક એલ્કેલાઈન ઝીલ છે. જ્યાં પાણીમાં સોડિયમ કાર્બોનેટની માત્રા ઘણી વધુ છે. પાણમાં અલ્કેલાઈનની માત્રા અમોનિયા જેટલી છે. આ બધુ એવું જ છે જેવું ઈજિપ્તમાં લોકો મમીની સુરક્ષા માટે કરે છે. આ કારણે જ અહીં પક્ષીઓના શરીર વર્ષો સુધી સુરક્ષિત રહે છે.


પર્યાવરણવિદ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર Nick Brandt ઝીલ પાસે ગયા અને તેને સમજવા માટે અનેક તસ્વીરો લીધી. તેમણે આ અંગે પોતાના એક પુસ્તકમાં પણ લખ્યી છે, અક્રોસ ધ રેવેઝ્ડ લેંડ. પુસ્તકમાં તેમણે એવી ઘણી વાતો દર્શાવી છે જે આ રહસ્ય પરથી પરદો ઉઠાવે છે. જો કે ફોટોગ્રાફરને પણ એ જાણવા ન મળ્યું કે પક્ષીઓના મોત કઈ રીતે થયા. આ અંગે લાઈવ સાયન્સમાં એક રિપોર્ટ પણ આવી ચુક્યો છે. જે અનેક તથ્યો વિશે દર્શાવે છે.

નેટ્રોન એકમાત્ર એવી ઝીલ નથી કે જે રહસ્યોને ઉલઝાવે છે. રવાંડાની કિવૂ ઝીલ પણ એમાંની એક જ છે. આ ઝીલને આફ્રિકન ગ્રેટ લેક્સની શ્રેણીમાં રાખવામાં આવી છે. 90 કિલોમીટર લાંબી અને 50 કિલોમીટર પહોળી આ ઝીલ અંગે ઓછી જાણકારી છે. આ ઝીલના પાણીમાં કાર્બન ડાયોક્સાઈડ અને મોટી માત્રામાં મીથેન ગેસ પણ મળી છે. ઝીલની આસપાસ નાનો એવો ભૂકંપનો આંચકો આવવાથી તેમાં વિસ્ફોટ થઈ શકે છે. જેને લઈને આસપાસમાં વસેલા લાખો લોકોને સતત જીવનું જોખમ રહે છે.

અમેરિકાની મિશિગન ઝીલ દેખાવમાં ખૂબ જ સુંદર છે પરંતુ તે એટલી દ ખતરનાક પણ છે. ઓગસ્ટ વર્ષ 1986માં આ ઝીલ પાસે જોખમી ગેસનું વાદળ છવાયું હતું અને આસપાસ વસતા જીવોના મોત થયા. તે દરમ્યાન ઝીલે 1746 લોકોનો જીવ લીધો હતો. વૈજ્ઞાનિકે આ અંગે કહ્યું કે, ઝીલના તળિયામાં જ્વાળામૂખીના કારણે આવું થયું હતું. કાર્બન ડાયોક્સાઈડ પાણીમાં મળી ગયું હતું અને તેનું સ્તર વધી વાદળના રુપે ચારે તરફ ફેલાઈ ગયું હતું.

રશિયાની બોસ્નો ઝીલ ચારે તરફથી રહસ્યોથી ઘેરાયેલી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ ઝીલમાં એક પ્રાચીન ગરોડી જોવા મળે છે. જેને બ્રોસ્નો ડ્રેગનના નામે બોલવામાં આવે છે. આ ઝીલમાં કાર્બન ડાયોક્સાઈડના પરપોટા બને છે. જે એટલા દમદાર હોય છે કે નાની બોટને પલટાવી શકે છે. એટલા માટે તેને ખતરનાક માનવામાં આવે છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…