Tana-Riri Mahotsav : મહેસાણા જિલ્લાના વડનગરમાં 21 અને 22 નવેમ્બરે તાનારીરી મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ મહોત્સવના પ્રથમ દિવસે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ અર્પણ કરશે.
તાનારીરી મહોત્સવ વડનગરની બે બહેનો, તાના અને રીરીના સન્માનમાં યોજવામાં આવે છે. એવું કહેવાય છે કે સુપ્રસિદ્ધ સંગીતકાર તાનસેનને દિપક રાગ (અગ્નિ દેવને સમર્પિત રાગ) ના વ્યાપક ગાયનના કારણે શરીરમાં દાહ લાગ્યો, ત્યારે તાના અને રીરીએ રાગ મલ્હાર (વરસાદ લાવનાર મેઘ પર સમર્પિત એક રાગ) ગાયો અને તેમના ગાયનને કારણે તાનસેનને શાતા વળી.
તાનારીરી મહોત્સવ કારતક માસની નોમના દિવસે ઉજવવામાં આવે છે (દિવાળી પછીનો પ્રથમ મહિનો). સિદ્ધહસ્ત ગુજરાતી શાસ્ત્રીય ગાયકો સહિતના ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોને આમંત્રિત કરવામાં આવે છે અને તે સંગીત પ્રેમીઓ માટેની એક સુંદર મહેફિલ બની રહે છે.
આ મહોત્સવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું. 2010 ના તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય ગાયિકા ધારી ‘પંચમદા’ એ સતત 101 કલાક અને 23 મિનીટ સુધી ગાવાનો એક રેકોર્ડ સ્થાપ્યો હતો, જે યોગાનુયોગે ગુજરાતનું સ્વર્ણીમ જયંતી વર્ષ પણ હતું. આ જ મહોત્સ્વ દરમ્યાન એક અન્ય રેકોર્ડ પણ પ્રસ્થાપિત થયેલ જ્યારે તેમણે તાનારીરી મહોત્સવમાં 214 રાગો તથા 271 બંદિશો રજૂ કરેલ.2010 બાદ પણ દરેક વર્ષે આ મહોત્સવમાં કોઈને કોઈ રેકોર્ડ સર્જાયા છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DtAxD9ZLyW2B191gUSW6jg
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1