GSTV
Home » News » તમિલનાડુ તૌહીદ જમાતે આપી સફાહી, શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં અમારો કોઇ હાથ નથી

તમિલનાડુ તૌહીદ જમાતે આપી સફાહી, શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં અમારો કોઇ હાથ નથી

sri lanka TNTJ

ઇસ્ટર નિમિત્તે થયેલ સિરિયલ બ્લાસ્ટથી આખુ શ્રીલંકા હલી ગયું છે. આ બ્લાસ્ટમાં 250 કરતાં પણ વધારે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 500 કરતાં પણ વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જવાબદારી તો આઈએસએ લીધી છે, પરંતુ દેશના ઇસ્લામિક સંગઠન નેશનલ તૈહીદ જમાત (એનટીજે)નો આની પાછળ હાથ ગણાય છે.

એનટીજે પર શ્રીલંકાએ તાત્કાલિક પ્રતિબંધ લાદ્યો છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ પોતાની આપાતકાલીન શક્તિઓનો ઉપયોગ કરી એનટીજે અને અન્ય સમૂહ જમાથેઈ મિલ્લાથૂ ઇબ્રાહિમ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિશેષકોનું માનવું છે કે, એનટીજે 2014માં શ્રીલંકા તૌહીત જમાત (એસએલટીજે) થી અલગ થઈને બન્યું હતું.

એસએલટીએ એક જાણીતું મુસ્લિમ સંગઠન છે, જે કટ્ટરપંથ, ઇસ્લામ અને વહાબી વર્ઝન ફેલાવે છે. નસ્લીય ઘૃણા, બૌદ્ધ ધર્મનાં પૂજા સ્થળો તોડવાં અને આઈએસના હિંસક જેહાદને જાહેરમાં સ્વિકારવો એ તેનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. 2016માં એસએલટીજેના મહાસચિવ અબ્દુલ રાજિકની હેટ સ્પીચના કારણે ધરપકડ કરવામાં આવી હતી.

તમિલનાડુ તૌહીદ જમાત (ટીએનટીજે) પર આ બ્લાસ્ટ બાદથી નજર રાખવામાં આવી રહી છે. મીડિયામાં આવેલ સમાચારોમાં આ જમાત પર પણ બ્લાસ્ટના આરોપ મૂકવામાં આવી રહ્યા છે. તે એસએલટીજેનું એક સહયોગી દળ છે. બંને સંગઠનોએ કુરાનના સંસ્કરણોના અનુવાદ અને વિતરણ માટે સક્રિય રૂપે સહયોગ કર્યો છે, જેના દ્વાર તેમણે આ સંદેશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે, જે તેમના અનુસાર ઇસ્લામનું સાચુ સ્વરૂપ છે.

એસએલટીજેએ શ્રીલંકામાં ટીએનટીજેના નેતાઓને હોસ્ટ કર્યા છે. ધાર્મિક વિચારધારા અંતર્ગત બંને સંગઠન તમિલ ભાષા દ્વારા એકબીજા સાથે જોડાયેલાં છે. શ્રીલંકામાં મુસ્લિમોની સંખ્યા 10 ટકા છે. ટીએનટીજે એક કટ્ટર ધાર્મિક સંગઠન છે, પરંતુ તેનું કહેવું છે કે, 21 એપ્રિલે થયેલા બ્લાસ્ટ સાથે તેને કઈં લેવા-દેવા નથી.

બ્લાસ્ટ બાદ આવેલા ઘણા રિપોર્ટ્સમાં ટીએનટીજેને આ હુમલાઓ સાથે જોડવામાં આવ્યું છે, ત્યારબાદ તેના નેતાઓએ મજબૂરીવશ પ્રેસ કૉન્ફરન્સ કરી આ આરોપોનું ખંડન કર્યું હતું. ત્યારબાદ તેમણે આ હુમલાઓની નિંદા પણ કરી અને તેને ગૈર-ઇસ્લામી જણાવ્યા છે.

ટીએનટીજેના ઉપાધ્યક્ષ બી અબ્દુલ રહમાનનું કહેવું છે, ‘એનટીજે સાથે ટીએનટીજેને જોડવું એ બરાબર એવું જ છે, જેમ ઈઆઈડીએમકે સાથે ડીએમકેને જોડવું, કારણકે બંનેમાં ડીએમકે શબ્દ છે. તૌહીદ એક અરબી શબ્દ છે, જેનો અર્થ ઇશ્વરની પવિત્રતા છે. ઘણાં સંગઠનો આ શબ્દનો ઉપયોગ કરે છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, કોઇ સરકારે અમને એનટીજે સાથે જોડ્યા નથી, માત્ર મીડિયા અસલી ઇસ્લામને બદનામ કરવા આમ કરી રહી છે. અમે એસએલટીજે સાથે શાંતિપૂર્વક કામ કરીએ છીએ, જે શ્રીલંકાના કાયદાઓ અંતર્ગત કામ કરે છે. જેણે પણ આ ધમાકા કર્યા એ સાચો મુસલમાન નથી.

Related posts

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah

PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

Riyaz Parmar

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!