GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોંગ્રેસની રાજ્યમાં ગઠબંધન સરકાર છતાં ભાજપ મારશે બાજી, મળશે 21થી 25 બેઠકો

લોકસભા ચૂંટણી-2019માં સાતેય તબક્કાનું મતદાન પુર્ણ થયા બાદ તમામ એક્ઝિટ પોલ બહાર પડ્યા છે. મતદાન પહેલા દરેક રાજકિય પાર્ટીઓએ મતદારોને રિઝવવા દરેક પ્રયાસો કર્યા છે. ચૂંટણીમાં કોની ગાડી પાર ઉતરશે અને કોની ગાડી પાટા પરથી ખડી પડશે તે 23-મેનાં રોજ ખબર પડશે. પરિણામ પહેલા એબીપી ન્યુઝ-નીલસનનાં એક્ઝિટ પોલમાં લોકોનો મૂડ પારખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કર્ણાટકમાં ભાજપ તમામનાં સૂપડા સાફ કરશે?

દક્ષિણનાં એક માત્ર રાજ્ય કર્ણાટકમાં ભાજપ માટે સારી સ્થિતી સર્જાય તેવી શક્યતા છે. દક્ષિણની રાજનિતીમાં ભાજપને પ્રવેશ કરવા માટે કર્ણાટક એક મહત્વનું રાજ્ય માનવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સોથી વધુ બેઠકો જીતી હતી પરંતુ સરકાર બનાવામાં સફળ થયો ન હતો. તો બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારે શપથ લીધા હતાં. ત્યારબાદ ઇન્ડિયા ટુડેનાં એક્ઝિટ પોલ મુજબ લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપને 21થી 25 બેઠકો મળવાનો અંદાજ છે. કર્ણાટકમાં કુલ 28 લોકસભા બેઠકો છે. જેમાંથી ભાજપને 21થી 25 સીટો અને કોંગ્રેસને 3થી 6 બેઠકો મળવાનો અંદાજ છે. તેમજ અન્યોનાં ખાતમાં 1 સીટ આવશે તેવી શક્યતા છે.

ટુડેઝ ચાણક્યએ સાતમા તબક્કાનાં મતદાન બાદ કર્ણાટક રાજ્યની તમામ 28 સીટો પર એક્ઝિટ પોલનાં આંક્ડા બહાર પાડ્યા છે. કર્ણાટકની 28 સીટોમાંથી ભાજપને 23 બેઠકો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી શકે છે. ટાઇમ્સ નાવ-વીએમઆર એક્ઝિટ પોલ પ્રમાણે પણ ભાજપ કર્ણાટકમાં પોતાની 2014ની ભુલ સુધારીને બધાનાં સૂપડા સાફ કરશે.

READ ALSO

Related posts

લોહીનાં ટીપાં દ્રારા જાણી શકાશે હાર્ટ એટેકની સંભાવના, જાણો શું છે તેની રીત

pratik shah

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 2.18 લાખને પાર, 6 હજારથી વધુ લોકોના મોત

Nilesh Jethva

રાજ્ય સરકારે જાહેર કર્યું 14 હજાર કરોડનું આત્મનિર્ભર રાહત પેકેજ, રૂપાણી સરકાર વરસી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!